For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાતમાં સ્થપાઇ દેશની પ્રથમ યોગા યુનિવર્સિટી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 23 મેના રોજ દુનિયાની પ્રથમ યોગા યુનિવર્સિટીનું અમદાવાદ ખાતે કરવામાં આવશે. લાઈફ મિશનના પ્રણેતા રાજર્ષિમુનીની પ્રેરણાથી તૈયારી થયેલી આ લકુલીશ યોગા યુનિવર્સિટીનું અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા છારોડી ખાતે તૈયાર કરવામાં આવી છે. રાજર્ષિમુનીએ કહ્યું હતું કે, ‘યોગાના સ્વીકારની સાથે હવે એની પધ્ધતીસરની તાલીમ જરૂરી હોવાથી યોગા યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે.'

સુરેન્દ્રનગર સ્થિત લાઇફ મિશન ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી દેશ પ્રથમ ખાનગી યોગા યુનિવર્સિટીમાં ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ હશે તેને પુર્ણ કર્યા બાદ સ્નાતકની ડિગ્રી પ્રદાન કરવામાં આવશે.

yoga

યોગા યુનિવર્સિટીના નવનિયુક્તિ કુલપતિ બંશીધર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે છ સેમિસ્ટરવાળા ત્રણ વર્ષના સ્તાનક કક્ષાના અભ્યાસક્રમ માટે ઉદઘાટનના દિવસે એડમિશન શરૂ કરવામાં આવશે અને સત્રનો પ્રારંભ 15 જૂનથી શરૂ થશે.

યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ એમ બે ર્કોસ રાખવામાં આવ્યા છે. અષ્ટાંગ યોગા નામના સર્ટિફિકેટ ર્કોષ માટે ૬૦૦ કલાક અને કર્મજ્ઞાન નામના ડિપ્લોમા કોર્સ માટે ૧૮૦૦ કલાકનું યોગા-એજ્યુકેશન લેવાનું રહેશે. અષ્ટાંગ માટે ઉંમર મર્યાદા ૮થી ૩૫ વર્ષની અને કર્મજ્ઞાન માટે ૧૮થી ૮૦ વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવી છે. લકુલીશ યુનિવર્સિટી દેશની અન્ય યુનિવર્સિટી સાથે જોડાઈને પણ યોગાના આ બન્ને ર્કોસ શીખવવાનું કામ કરશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi is set to inaugurate Lakulish Yoga University, claimed to be the first ever such private sector self-financed institution in the country, on May 23, at Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X