જામનગરના લાખોટા તળાવમાં અસંખ્ય માછલાઓના ભેદી મોત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

જામનગરના હાર્દસમા લાખોટા તળાવની અંદર આજે હજારોની સંખ્યામાં નાના -મોટા માછલાઓના રહસ્યમય ભેદી મોત થવાની ઘટના સામે આવી હતી અને તળાવમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં સફાઇ કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે અસંખ્ય મરેલા માછલાઓને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે જોકે માછલાઓના મોતનું કારણ હજુ અકબંધ છે.

jamnagar

જામનગર શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવમાં નાના મોટા માછલાઓના હજારોની સંખ્યામાં ભેદી રીતે મોત નિપજ્યા હતા. અને સતત બે દિવસથી તળાવના પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવવાના કારણે માછલાઓના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જેના કારણે લાખોટા તળાવમાં ફરજ પર રહેલ સફાઇ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તળાવની અંદર મરેલા અસંખ્ય માછલાઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી અને સફાઇ સુપરવાઇઝર દ્વારા માછલાઓના મોતને કુદરતી રીતે મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

jamnagar

જોકે માછલાઓના આ ભેદી મોતની ઘટનાને લઈને વાત કરવામાં આવે તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ આ સમયે હજારોની સંખ્યામાં લાખોટા તળાવની અંદર માછલાઓના ભેદી મોત થયા હતાં અને ફરીથી આ વર્ષે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે ત્યારે આ જીવસૃષ્ટિ તળાવની અંદર શા માટે મૃત થઈ રહી છે તે અંગેનો જીવદયા પ્રેમીઓમાં પણ એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે અને તંત્રની ક્યાંકને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે .પરંતુ જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામતી માંગણી મુજબ તંત્રએ તાત્કાલિક તળાવમા માછલાઓના ભેદી મોતનું કારણ શોધવું જોઈએ અને તળાવની અંદર માછલાં ના થતાં મોતને અટકાવવા જરૂરી છે આ ઘટનાને થતી જો રોકવામાં નહીં આવે તો ફરીથી આવતા વર્ષે પણ આવી જ ઘટના નિર્માણ પામશે અને સંખ્યાબંધ માછલાઓના મોતની ભીતિ સેવાઇ રહી છે.

English summary
fish dying mysteriously in jamnagar lakhota lake gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.