પોરબંદર પાસે ગમખ્વાર અકસ્માતઃ ચારના મોત

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહિત ચાર લોકો કારમાં સવાર હતા તે દરમિયાન તેમની કારનો એક ખાનગી બસ સાથે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કવાયદ હાથ ધરી હતી.
પોલીસે ખાનગી બસના ડ્રાઇવરની ધરપકડ કરી અકસ્માત કેવી રીતે થયો તે અંગે જાણવા પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષનું મોત નીપજતાં શોકનું મોજુ ફરી વળ્યું છે.












Click it and Unblock the Notifications
