For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પહેલીવાર સ્નાયુઓનો દુ:ખાવો કાયરોપ્રેક્ટીસ થેરાપીથી દુર કરવામાં આવશે

કોરોના કાળ બાદ લોકોમાં આરોગ્યને લઇને ઘણી અવેરનેશ આવી ગઇ છે. લોકો કોઇ પણ બિમારીને ગંભીરતાથી લેતા થયા છે. ત્યારે શરીરમાં આવેલા અંગોને સાચવાને લઇને લોકો જાગૃત થયા છે. શારીરિક રોગો માટે નવી નવી પદ્ધતિઓ દ્વારા પણ લોકો ઇલાજ કર

|
Google Oneindia Gujarati News

કોરોના કાળ બાદ લોકોમાં આરોગ્યને લઇને ઘણી અવેરનેશ આવી ગઇ છે. લોકો કોઇ પણ બિમારીને ગંભીરતાથી લેતા થયા છે. ત્યારે શરીરમાં આવેલા અંગોને સાચવાને લઇને લોકો જાગૃત થયા છે. શારીરિક રોગો માટે નવી નવી પદ્ધતિઓ દ્વારા પણ લોકો ઇલાજ કરાવતા હોય છે ત્યારે ગાંધીનગરમાં ગરદન, કમર, માથાનો દુખાવા સહિતના શારીરિક દુખાવા માઇગ્રેન, સાંધાના દુખાવા, સનાયુપેશીઓની દુખાવાનો ઇલાજ કાયરોપ્રેક્ટિસ થેરાપીથી કરવામાં આવશે.

Thearapy

આ પ્રકારની સારવાર વિદેશોમાં આપવામાં આવતી હોય છે. આ દુખાવાના ઇલાજ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 મી જૂથી 22 જૂન સુધી ત્રણ દિવસનો મફત કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

હાલના બેઠાડુ જીવન કસરતનો અભાવ અને ખોરાકની અલગ અલગ આદતોને લીધે સ્નાયુઓ ઝકડાઇ જવાની સંભાવના વધી જતી હોય છે ત્યારે આ પ્રકારની દુખાવા ઇજાઓ માટે કાયરોપ્રેક્ટિસ થેરાપીથી ઇલાજ શક્ય છે. ગાંધીનગર કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા લાઇફ કાયરોપ્રેક્ટિસ કોલેજ, વેસ્ટ યૂનિવર્સિટી ઓફ મિશિંગન, કેલિફોનિયા અમેરિકાના સહયોગથી આ ત્રણ દિવસનો મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં જે લાઇફ કાયરોપ્રેક્ટિ ક કોલેજના પ્રેસિડેન્ટ ડો.રોનની ટીમના 12 તજજ્ઞ સભ્યો દ્વારા સારવાર કરાશે. આ સારવારથી ગરદન, માથાનો દુ:ખાવો, માઇગ્રેન, સ્નાયુઓ અને ચેતાતંત્રની તકલી ફોનેપુન:ગોઠવણ કરીને અનુભવાતી બિમારીમાંથી રાહત અપાવશે. જોકે તેના માટે વ્યક્તિને કેટલી જુની અને કેવા પ્રકારના સ્નાયુઓના ખેંચાણથી બિમારીના આધારે સીટીંગટીં કરીને સારવાર અપાશે.

કાયરોપ્રેક્ટિ ક કોલેજ, અમેરિકાના પ્રેસિડેન્ટ ડો.રોન ઓબરસ્ટાઇનને પત્રકારોને જણાવ્યુંછે કે, આ સારવાર મોટા ભાગે ન્યુરો મસ્ક્યુલો, સ્કેલેટલ ફરિયાદોની સારવાર માટે કરવામાં આવે છે. જેમાં જે પીઠનો દુ:ખાવો, ગરદનનો દુ:ખાવો અને હાથ અથવા પગના સાંધામાં દુ:ખાવા સહિતમાં રાહત આપે છે. હાલમાંઆ સારવાર વિદેશના કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં કરવામાં આવે છે.

English summary
For the first time in Gujarat, muscle pain will be removed with chiropractic therapy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X