For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નકલી પોલીસે વધુ એક વૃદ્ધ મહિલાના રૂપિયા 2.50લાખ ના દાગીના લઈ પલાયન

અમદાવાદ માં અસલી પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા ને બદલે વી વી આઇ પી ની સરભરામાં વ્યસ્ત છે ત્યારે નકલી પોલીસે સેટેલાઇટ વિસ્તાર એક 67 વર્ષીય મહિલાને રોકી આગળ ચોરી લૂંટ થઈ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અમદાવાદ માં અસલી પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા ને બદલે વી વી આઇ પી ની સરભરામાં વ્યસ્ત છે ત્યારે નકલી પોલીસે સેટેલાઇટ વિસ્તાર એક 67 વર્ષીય મહિલાને રોકી આગળ ચોરી લૂંટ થઈ છે તેમ કહી તેના દાગીના રૂમાલમાં બાંધવા ના બહાને રૂપિયા 2.50લાખની કિંમતના દાગીના ની ચોરી હોવાની ઘટના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

ahmedabad

જેમાં ગુલબાઈ ટેકરા આતિથ્ય ફ્લેટ માં 67 વર્ષના વિભાબેન ચોકસી તેના દીકરા અને વધુ સાથે રહે છે. ગઈકાલે શનિવારે સવારે 9 વાગે વિભાબેન અને તેમનો દીકરો દિગંત કારમાં વિભાબેન ના બહેન કોકિલા બેન ઘરે મયુર પંખ સોસાયટી માં ગયા હતા. જ્યાં તેમનો દીકરો તેમને સોસાયટી પાસે ઉતારીને નીકળી ગયો હતો અને વિભાવેન ચાલતા ચાલતા તેમની. બહેન ના ઘરે જતા હતા ત્યારે બે યુવકો એ રોક્યા હતા અને કહ્યું હતું કે હમણાં લૂંટ અને ખૂનના બનાવ વધી ગયા છે. અને તમે આ રીતે જાહેરમાં દાગીના પહેરી ને કેમ જાવ છો. તમે તમારા દાગીના ઉતારી આ રુમાલ માં બાંધી દો . ત્યારબાદ વિભાબેન ગભરાઈ ગયા હતા અને તેમણે તેમની વીંટી, બંગડી અને બીજા દાગીના મળી કુલ 2.50લાખ રૂપિયા ની મતા રૂમાલ માં મૂકી હતી. અને પોલીસે સૂચના આપી હતી કે હવે ધ્યાન રાખજો. પણ બહેનના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે રૂમાલમાં દાગીના હતા જ નહીં. જેથી તે બહાર હતા પણ ત્યાં સુધીમાં નકલી પોલીસ નાસી ચુક્યા હતાં આ અંગે સેટેલાઇટ પોલીસે છેતરપિંડી અને ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ પાલડી માં નકલી પોલીસે એક મહિલાને ટાર્ગેટ કરી દાગીનાની ચોરી હતી.

English summary
Fraud Police looted 2.5 lakh rupees jewellery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X