ગાંધીનગરના ભાટમાં પકડાયો જુગારધામ, 14 લોકોની અટક

Subscribe to Oneindia News

ગાંધીનગર જિલ્લાના ભાટ પાસે આવેલી જાણીતી નારાયણી હોટલમાં શનિવારે રાતના સમયે એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા દરોડો પાડીને રૂમ નંબર 502 અને 503માં જુગાર રમી રહેલા 14 લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરતા દોડધામ મચી ગઇ હતી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા વેપારીઓએ જુગાર રમવા માટે હોટલમાં બે રૂમ ખાસ બુક કરાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા4.66 લાખની રોકડ, 23 મોબાઇલ ફોન તેમજ ત્રણ લક્ઝરી કાર જપ્ત કરી હતી. આ બનાવની વિગતો એવી છે કે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોંલકી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે એરપોર્ટ કોબા હાઇવે પર આવેલી નારાયણી હોટલના રૂમ નંબર 502 અને 503માં કેટલાંક લોકો મોટા પાયે જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે ગઇકાલે રાતના સમયે દરોડો પાડીને 12 લોકોની ધરપકડ કરી હતી.

business man arrest

પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોંલકીનું કહેવુ છે કે તમામ આરોપીઓ અમદાવાદના કુબેરનગર, સરદારનગરમાં રહેતા વેપારીઓ છે અને શનિવાર-રવિવારે તેમણે જુગાર રમવા માટે રૂમ બુક કરાવ્યા હતા. હાલ તમામ આરોપીઓને અડાલજ પોલીસને હવાલે કરીને જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
1. અમીત અભિચંદાણી રહે. આંબાવાડી સરદારનગર
2. રાજેશ ગોલાણી રહે. સત્કાર સ્ટેટસ બંગલો, સરદારનગર
3. ઉમેશ દેવલાણી રહે. સીટી સેન્ટર નરોડા
4. ભગવાનદાસ જેઠાણી રહે. સાધુવાસવાણી બંગલો સરદારનગર
5. પ્રદિપકુમાર બાલાણી રહે. વેદ બંગલો, નાના ચિલોડા કુબેરનગર
6. નારણ ચૌધરી રહે. પાર્થ સોસાયટી નાના ચિલો઼ડા
7. કમલ ચંદલાણી રહે. શુકન એવન્યુ સરદારનગર
8.ગોવિંદ ધરવાણી રહે. સરદારગામ કુબેરનગર
9. ઘનશ્યામ સાદવાણી રહે. તીર્થધામ એપા. બો઼ડકદેવ
10. અનીલ ખુબાણી રહે. સત્કાર સ્ટેટસ કુબેરનગર
11. રાજેન્દ્ર થાવાણી રહે. સત્કાર બંગલો નાના ચિલોડા
12. રમેશભાઇ હરચદાણી રહે. કર્ણાવતી રેસીડેન્સી કુબેરનગર
13. વિજયભાઇ રામચંદાણી રહેય ગોપાલ પાર્ક સોસાયટી, સરદારનગર
14. કિશનભાઇ ઉદાણી રહે. સરદારનગર

English summary
Gandhinagar : Police arrested 14 Businessman who playing gambling

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.