શાહરૂખ ખાને કરી CM વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત

Subscribe to Oneindia News

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન માટે ગુજરાત આવેલ છે, જેમાં તેમણે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. શાહરૂખ ખાન બુધવારે પોતાની ફિલ્મનું પ્રથમ સોંગ લોન્ચ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ ગુરૂવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.

CM vijay rupani SRK

શાહરૂખ ખાન અને ઇમ્તિયાઝ અલીએ ગાંધીનગરમાં સીએમ બંગલો ખાતે વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' 4 ઓગસ્ટના રોજ રિલિઝ થઇ રહી છે. તા.21 જૂનને બુધવારના રોજ શાહરૂખ ખાન અને ઇમ્તિયાઝ અલી અમદાવાદ આવ્યા હતી.

CM vijay rupani SRK

આ સોંગ લોન્ચ પહેલાં શાહરૂખ ખાન દ્વારા એક કોન્ટેસ્ટ યોજવામાં આવ્યો હતો. આ કોન્ટેસ્ટ હેઠળ જે શહેરની સૌથી વધુ સેજલ નામની યુવતીઓ શાહરૂખને તેમના શહેરમાં બોલાવે, એ શહેરમાં શાહરૂખ પહોંચશે એવી વાત નક્કી થઇ હતી. આ કોન્ટેસ્ટમાં અમદાવાદ વિજેતા સાબિત થયું હતું. અમદાવાદની 7000 સેજલે શાહરૂખ ખાનને તેડું મોકલ્યું હતું. આથી શાહરૂખ બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા અહીં સેજલો સાથે મળીને તેમણે ફિલ્મનું પ્રથમ સોંગ 'રાધા' લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની હિરોઇન છે અનુષ્કા શર્મા અને તે 'સેજલ' નામની ગુજરાતી યુવતીનું પાત્ર ભજવી રહી છે. જો કે, સોંગ લોન્ચ ઇવેન્ટમાં અનુષ્કા શર્મા હાજર નહોતી રહી.

English summary
Gandhinagar: Shah Rukh Khan and director Imtiaz Ali met CM Vijay Rupani at Gandhinagar.
Please Wait while comments are loading...