For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગલા વર્ષે આવવાના આમંત્રણ સાથે ગુજરાતમાં ઠેર-ઠેર ગણેશ વિસર્જન

By Super
|
Google Oneindia Gujarati News

Ganesh Visarjan
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસ ગણેશમય વાતાવરણ બાદ શનિવારે ગણપતિ બપ્પા મોરિયા, પુઢ્ચા વર્ષી લવ કરયાના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યું છે. આ તકે વિવિધ વિસ્તારોના ડેમો, નદી, તળાવો પાસે કોઇ ગણેશભક્ત સાથે અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગણેશ ચોથના દિવસે ગણપતિ બપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યા બાદ 10 દિવસ સુધી ભક્તો દ્વારા તેમની ભાવભેર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શનિવારે 10 દિવસપૂર્ણ થતાં હોય ગણેશભક્તોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ક્યાંક ગજાનન ગણેશના નાદો તો ક્યાંક અબીલ ગુલાલની છોળો ઉડી રહી હતી. ભક્તો સંગીતના તાલે ગણેશ વિસર્જનમાં ઝુમતા નજરે ચઢી રહ્યાં હતા.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર જેવા મોટા શહેરો ઉપરાંત હવે નાના શહેરો અને ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેના પગલે પોલીસ વધુ સતર્ક જણાઇ રહી હતી. નદી, તળાવો અને ડેમોમાં ભક્તો ઉડાંણવાળા પાણીમાં ના જાય તે અંગેની સુચનાઓ આપવામાં આવી રહી હતી.

અમદાવાદ જાણે કે ગણેશભક્તિમાં ઓતપ્રોત થઇ ગયું હોય તેમ શહેરમાં ઠેર-ઠેર ગણપતિ બાપા મોરયાના નાદો ગુંજી રહ્યાં છે. સાબરમતી પાસે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણેશ વિસર્જનના પગલે શહેરમાં ટ્રાફિક સમસ્યા પણ ઉદ્દભવી છે.

English summary
It is the last day of Ganesh Utsav on Saturday and people across Gujarat are all set for the Visarjan of Ganesh idols.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X