For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ગે પ્રિન્સનો દાવો - ઘણા ધર્મગુરુઓએ કરી સેક્સની ઓફર

ગુજરાતના રાજપીપળાના રાજપરિવારના સભ્ય માનવેન્દ્ર સિંહ ગોહિલે દાવો કર્યો છે કે તેમને ઘણા ધાર્મિક નેતાઓએ શારીરિક સંબંધ બનાવવાની ઓફર કરી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના રાજપીપળાના રાજપરિવારના સભ્ય માનવેન્દ્ર સિંહ ગોહિલે દાવો કર્યો છે કે તેમને ઘણા ધાર્મિક નેતાઓએ શારીરિક સંબંધ બનાવવાની ઓફર કરી હતી. માનવેન્દ્ર સિંહ તે લોકોમાંથી એક છે જે ખુલીને સ્વીકાર કરી ચૂક્યા છે કે તે સમલૈંગિક છે. દૈનિક જાગરણના રિપોર્ટ અનુસાર આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં માનવેન્દ્રએ કહ્યુ કે ભારતીયો ડબલ જીવન જીવે છે, તે સત્ય સ્વીકારવામાં ખચકાય છે અને પરંપરાઓથી ડરે છે.

વોલંટિયર્સ સાથે કોન્ડોમ વિના સંબંધ બનાવે છે પોલિસો

વોલંટિયર્સ સાથે કોન્ડોમ વિના સંબંધ બનાવે છે પોલિસો

કાર્યક્રમમાં માનવેન્દ્ર સિંહે આગળ કહ્યુ કે જ્યારે તેમણે અમેરિકામાં કલમ 377 વિશે કહ્યુ હતુ ત્યારે દેશના બધા ધર્મોને નેતા તેની વિરુદ્ધમાં ઉભા થઈ ગયા હતા. જો કે આ પહેલી વાર નથી કે જ્યારે માનવેન્દ્ર સિંહે આ પ્રકારની વાત કરી છે. 2017 માં પણ માનવેન્દ્ર સિંહ ગોહિલે સનસનીખેજ ખુલાસો કરીને ચોંકાવી દીધા હતા. તેમણે એએફપીને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સમલૈંગિકો અને ટ્રાન્સજેન્ડર સમાજ માટે કામ કરતા વોલંટિયર્સનું પોલિસો શારીરિક શોષણ કરે છે. માનવેન્દ્ર સિંહે દાવો કર્યો કે પોલિસે વોલંટિયર્સને બળજબરીથી ધરપકડ કરીને લઈ જાય છે અને પોલિસ સ્ટેશનમાં તેમની સાથે કોન્ડોમ વિના સંબંધ બનાવે છે. માનવેન્દ્ર સિંહ એક સંસ્થા ચલાવે છે, જે સમલૈંગિકો અને ટ્રાન્સજેન્ડર સમાજના લોકો સાથે સેફ સેક્સ પ્રત્યે જાગૃત કરે છે. તેમની સંસ્થાનું નામ છે - લક્ષ્ય ફાઉન્ડેશન.

આ પણ વાંચોઃ અમિત શાહના નિવેદન પર ભડક્યુ બાંગ્લાદેશ, ‘તેમને બોલવાની સમજ નથી'આ પણ વાંચોઃ અમિત શાહના નિવેદન પર ભડક્યુ બાંગ્લાદેશ, ‘તેમને બોલવાની સમજ નથી'

1991 માં થયા હતા માનવેન્દ્ર સિંહના લગ્ન, સમલૈંગિક હોવાના કારણે તૂટ્યા

1991 માં થયા હતા માનવેન્દ્ર સિંહના લગ્ન, સમલૈંગિક હોવાના કારણે તૂટ્યા

માનવેન્દ્ર સિંહ ગોહિલના લગ્ન 1991 માં મધ્યપ્રદેશના ઝાબુઆની રહેવાસી ચંદ્રેશકુમારી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ જ માનવેન્દ્રનું જીવન બદલાઈ ગયુ. 1992 માં માનવેન્દ્ર પત્નીથી અલગ થઈ ગયા. લગ્ન તૂટવાનું કારણ માનવેન્દ્રનું સમલૈંગિક હોવુ હતુ. માનવેન્દ્રએ શરૂઆતમાં આ વાત છૂપાવીને રાખી હતી પરંતુ 2002 માં જ્યારે માનવેન્દ્રને માનસિક તણાવના કારણે હોસ્પિટલમાં ભરતી થવુ પડ્યુ ત્યારે ડૉક્ટરે સમલૈંગિક હોવાની વાત તેમના પરિવારને જણાવી. જો કે ત્યાં સુધી પ્રિન્સ માનવેન્દ્ર સિંહે સાર્વજનિક રીતે પોતાની ગે હોવાની વાત સ્વીકારી નહોતી. તેઓ જણાવે છે કે તેમને યૌન ઈચ્છાઓ વિશે વધુ કંઈ ખબર નહોતી. તેમને એમ હતુ કે લગ્ન બાદ બધુ ઠીક થઈ જશે અને તેમનો પરિવાર હશે પરંતુ આવુ થઈ શક્યુ નહિ. માર્ચ 2006 માં પ્રિન્સ માનવેન્દ્રએ સ્વીકારી લીધુ કે તે સમલૈંગિક છે.

જ્યારે પ્રિન્સ માનવેન્દ્રને કહેવાયા અપશબ્દો, ધક્કામુક્કી પણ કરી

જ્યારે પ્રિન્સ માનવેન્દ્રને કહેવાયા અપશબ્દો, ધક્કામુક્કી પણ કરી

જ્યારે પ્રિન્સ માનવેદન્દ્ર સિંહના સમલૈંગિક હોવાનો ખુલાસો થયો તો રાજપીપળના લોકોએ વિરોધ કર્યો. શહેરમાં તેમના પૂતળા બાળવામાં આવ્યા અને જ્યારે તે ક્યારેક બહાર નીકળતા ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવતા, તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવતી. સમલૈંગિકતાને સાર્વજનિક રીતે સ્વીકાર્યા બાદ માનવેન્દ્રએ પોતાના સમાજના લોકોની મદદ કરવાનું બીડુ ઝડપ્યુ. પહેલા માનવેન્દ્રએ એચઆઈવી અને એઈડ્ઝ પીડિતોની મદદ માટે ટ્રસ્ટ બનાવ્યુ અને બાદમાં તેમણે ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાં સમલૈંગિકો માટે વૃદ્ધાશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં લગભગ 50 થી વધુ ગે લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી અને હવે માનવેદન્દ્ર 15 એકરની જમીન પર આશ્રમ બનાવી રહ્યા છે જેથી તેમાં આવા વધુ લોકો રહી શકે જેને સમાજે તરછોડી દીધા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકા વાયરસનો પહેલો કેસ, મહિલાનો ટેસ્ટ પોઝિટીવઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકા વાયરસનો પહેલો કેસ, મહિલાનો ટેસ્ટ પોઝિટીવ

English summary
gay prince manvendra singh gohil says religious leaders offered him to have sex
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X