For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GCCIની હાકલ, ચીન સાથે વેપારી સંબંધો પર પ્રતિબંધની માંગણી

|
Google Oneindia Gujarati News

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિન પટેલ અને સિનિયર ઉપપ્રમુખ શૈલેષ પટવારીએ હોદ્દેદારો સાથે બેઠક યોજીને પાકિસ્તાનના દોસ્ત એવા ચીન સાથે તમામ વેપારી સંબધો તોડી નાખવા માટે હાકલ કરી છે. ચીન ભારતમાંથી સારું એવું આર્થિક ઉપાર્જન કરીને જે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે તે જોતા જીસીસીઆઇએ આ હાકલ કરી છે.

ચાઈના દ્વારા ભારતમાં થઇ રહેલા ડમ્પિંગને કારણે ભારતને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો ચાઈના છેલ્લા એક દાયકાથી પતંગ દોરી ફટાકડા, સિરામિક્સ, ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિક, પ્લાસ્ટિક, ફાર્મ સહીતના ક્ષેત્રોમાં સસ્તી વસ્તુઓ ડમ્પિંગ કરીને ભારતના ઉધોગોને પાયમાલ કરે છે.

gujarat

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સાણંદમાં ટેક્ષટાઇલ પાર્ક માટે ચાઈના સાથે થયેલા 10 હજાર કરોડના એમઓયુને રદ કરવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરાશે. તેમજ રાજયમાં ચાઈનાની પ્રોડક્ટને લઇને ઝુંબેશ ચલાવવામાં આવશે. તો આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આ વલણને સમર્થન આપ્યું છે.

English summary
GCCI Ask to ben china products
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X