સી.આર.પાટીલની હાજરીમાં મનહર ઉઘાસ સહિત 10 જેટલા કલાકારો ભાજપમાં જોડાયા

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાણીતા ગઝલકાર અને પ્લેબેક સિંગર મનહર ઉઘાસ સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાણીતા ગઝલકાર અને પ્લેબેક સિંગર મનહર ઉઘાસ સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

C.R.PATIL

ભાજપમાં જોડાતા મનહર ઉદાસે જણાવ્યું હતુ કે, આજે મારુ સદભાગ્ય છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તક મળી. એક કલાકાર તરીકે જે કાંઇ સારા કાર્યો દેશની જનતાની સેવામાં કરી શકુ તે માટે પુરતા પ્રયાસ કરીશ

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજયની જનતાની સેવા કરવા દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારઘારાની પ્રેરાઇ જુદી-જુદી રાજકીય પાર્ટી તેમજ સામાજીક આગેવાનો,પ્રબુદ્ધ નાગરિકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાણીતા ગઝલકાર અને પ્લેબેક સિંગર મનહર ઉઘાસજી સહિત ગુજરાતના નામાંકીત કલાકારો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ કાર્યક્રમમાં મનહરભાઇ ઉઘાસનું નવુ આલ્બમ સોંગ આસમાન નું લોન્ચિંગ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અન્ય સંગીતજગતના કલાકારોમાં મૌલિકભાઇ મહેતા, સુનિલભાઇ વિસરાની, સોનકભાઇ વ્યાસ, આશિષભાઇ ક્રુપાલા, મોસમ મહેતા, મલ્ખા મહેતા, પાયલ શાહ, કાર્તિક દવે,સહિતના કલાકારો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ કાર્યક્રમમાં મનહરભાઇ ઉઘાસે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે મારુ સદભાગ્ય છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તક મળી. એક કલાકાર તરીકે જે કાંઇ સારા કાર્યો દેશની જનતાની સેવામાં કરી શકુ તે માટે પ્રયાસ કરીશ.આજે ખૂબ માન સન્માન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું તેથી આજનો દિવસ મારા માટે સુવર્ણ માનું છું.ગુજરાતી હોવાનો મને ગર્વ છે. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના સાશનમાં અમને પાર્ટીમાં જોડાવાની તક મળી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X