બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાની જૂથનો બહિષ્કાર કરવાનો નિર્ણય

Subscribe to Oneindia News

ગીર સોમનાથ પાસે આવેલ તાલાલાના મધુપુર અને ગુંદરણ ગામના જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. તોફાને ચડેલ ટોળાએ મધુપુર ગામમાં જેસીબી મશીન અને મઝદા ટ્રકને આગ ચાંપી દીધી હતી. સ્થાનિક પોલીસ મોટા ટોળાને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ જતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. આખરે જિલ્લાભરમાંથી જરૂરી પોલીસ કાફલો મધુપુર ગામે રવાના કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોક્ક્સ કોમના લોકોને બેફામ માર મારવાની ઘટના બની હતી.

Gir

આ ઘટનાના ઉકેલ માટે તથા તોફાનમાંથી છૂટકારો મેળવવા માટે જંબુર-માધુપુર ગ્રામજનો અને વેપારીઓની સર્વપક્ષીય બેઠક મળી હતી. ગામના ચોક્કસ તોફાની તત્વોના વિરોધમાં આ બેઠક મળી હતી. તોફાની યુવાનોને કાબૂમાં લેવા માટે તેઓ સોમવારે આવેદનપત્ર રજૂ કરશે. આ બેઠકમાં ભાજપ કોંગ્રેસના જવાબદાર આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે, આ રીતે ધમાલ નૃત્ય કરી રોજગારી મેળવતાં જૂથનો ગ્રામજનો દ્ગારા બહિષ્કાર કરવામાં આવશે.

English summary
Gir Somnath: 2 gorups of Madhupur and Gundaran village fought, local police failed to take control of the situation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.