For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેરની ખ્તાતિ ત્યારે જ વધે જ્યારે શહેરીજનો વિકાસમાં જોડાય : મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 ઓક્ટોબર : ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શહેરી વિકાસની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કરતાં શહેરી ભારતના સશક્તિકરણ માટે શહેરીકરણને સંકટ સ્વરૂપે નહીં પણ શક્તિ અને અવસર તરીકે અપનાવવા પ્રેરક આહવાન કર્યું હતું.

વર્ષ 2019માં મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મ જયંતીના વર્ષમાં નિર્મળ શહેરી ભારત અને ર૦રરના વર્ષમાં ભારતની આઝાદીના 75મા વર્ષ અમૃત મહોત્સવમાં સંતુલિત શહેરી વિકાસનો સંકલ્પ સાકાર કરવા તેમણે પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું. ભારતમાં શહેરીકરણના સર્વગ્રાહી પાસાઓને લઇને સામૂહિક ચિંતનની અભિનવ પહેલરૂપે મહાત્મા મંદિરમાં આ નેશનલ સમીટ ઓન ઇન્કલુઝીવ અર્બન ડેવલપમેન્ટનું આયોજન મુખ્યમંત્રીની પ્રેરણાથી ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે કર્યું હતું.

શહેરીકરણ અને શહેરી વિકાસ, આયોજન અને અમલીકરણના ક્ષેત્રો સાથે સંલગ્ન એવા ભારતભરના તમામ રાજ્યોના પદાધિકારીઓ ઉપરાંત વિદેશી સરકારોના અર્બન ડેવલપમેન્ટ સેકટરના ડેલીગેશનોએ આ રાષ્ટ્રીય કક્ષાની શહેરી વિકાસ પરિષદમાં ભાગ લીધો હતો.

narendra-modi-national-summit-on-inclusive-urban-development-seminar

દેશ-વિદેશના 5000થી વધારે ડેલીગેટ મહાનુભાવો, પદાધિકારીઓને આવકારતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, શહેરી ભારતના લઘુભારત સ્વારૂપ તરીકે આપણી આ શક્તિ "શહેરી સંસદ"નો પહેલીવાર સાક્ષાત્કાર કરાવે છે. શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓ માટે વિવિધ ભૂમિકા, ભૂભાગ અને રાજકીય વિચારધારાની શહેરી વિકાસ માટેની આ શક્તિઓ આપણા શહેરી ભારતના સપના અને સંકલ્પોને સાકાર કરવાના બધા જ વિષયો ઉપર ભારતમાં પહેલીવાર સામૂહિક ચિંતનનો આપણો આ પ્રયાસ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે અને વર્ષોથી ગાંધીજીના જીવનની સ્મૃતિ સાથેનું નગર તરીકે મહાત્મા મંદિરનું 182 દિવસમાં નિર્માણ થયું તેની કાર્ય કૌશલ્યની તાકાતનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મહાત્મા મંદિરમાં ગુજરાતના બધા ગામોની માટી અને દેશની નદીઓ તથા વિશ્વ માનવ તરીકે દુનિયાના બધા જ દેશોની માટીનો નિર્માણમાં અભિષેક કરેલો છે. આપણી ભાવાત્માક એકતા માટે શું થઇ શકે તેનું ચિંતન ગુજરાતે સાકાર કર્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતની 34 ટકા જનસંખ્યાં શહેરોમાં વસે છે. દેશની આર્થિક ગતિવિધિ અને રોજગારની તકોના ધબકતા કેન્દ્રો આપણા શહેરો બને તે માટે શહેરી વસતિના જીવનમાં બદલાવ લાવીને, સુખાકારી સુવિધામાં પરિવર્તન લાવવાની સેવાના દાયિત્વ નિભાવવાનો આપણને મોકો મળ્યો છે.

આપણે આપણા સંસાધનોનો મહત્તમ વિનિયોગ કરીએ, આપણને બહારની કોઇ જરૂર નથી એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. શહેરી વિકાસના દેશના પદાધિકારીઓ વિકાસની શક્તિ અને સંસાધનોને જોડવાની ઉત્તમ જવાબદારી નિભાવશે તેવી અભિલાષા વ્યકત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પાંચ વર્ષના શાસન કાર્યકાળમાં સ્થાનિક સ્વરાજના જન પ્રતિનિઘિઓ નગર-મહાનગરમાં સુખાકારી-સુવિધામાં ગુણાત્મક પરિવર્તનના નવા સામાજિક દાયિત્વનો ઉદય કરી બતાવશે.

શહેરી વિકાસ માટે સામૂહિક શક્તિનું જાગરણ આપણને સાચી દિશા અને ગતિ આપશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. શહેરી ભારતના ભાગ્ય ના નિર્માતા તરીકે આપણું દાયિત્વ છે તેનો ઉલ્લેેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પાંચ હજાર વર્ષ પૂર્વે મોહેનજો દડોની આપણી સાંસ્કૃ્તિક વિરાસતની સૌથી સુસંસ્કૃણ નગર રચના અદ્દભૂત વ્યવસ્થાપન હતું તે ઘોલાવીરા અને લોથલની ગુજરાતની પ્રાચિનત્તમ નગરોની સ્થાપત્ય વિરાસતનો ઇતિહાસ પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે, આપણા પ્રાચિન પૂર્વજોમાં પાંચ હજાર વર્ષ પૂર્વે શહેરી વિકાસ આયોજનના જ્ઞાનસંપૂટે આપણી આ મહાન પરંપરાની દિશા બતાવી છે.

શહેરીકરણ એ ભારતની સમાજ વ્યવસ્થાનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે એ સ્વીકારીને આપણે શહેરીકરણના સંકટોથી ડરવાની જરૂર નથી. આ માનસિકતામાંથી બહાર આવીને શહેરીકરણ એ અવસર અને પડકાર છે તે સ્વીકારીને શહેરીકરણના આયોજનનું સપનું સાકાર કરવાનું આહવાન તેમણે કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા દશ વર્ષમાં વધુ નવ કરોડ લોકોની સંખ્યા આવીને ભારતના શહેરોમાં વસી છે. આજે એક તૃતિયાંશ વસતિ શહેરી ભારતમાં વસે છે. એટલે જૂના પારંપરિક શહેરી વિકાસના માપદંડો ચાલી શકે નહીં. આજે 35 કરોડ વસતિ શહેરોમાં વસે છે અને 2030માં બીજી 25 કરોડ જનતાથી શહેરો ધબકતા થવાના છે. શહેરો ઉપર વસતિનું ભારણ વિકાસમાં અવરોધક નહીં, વિકાસની શક્તિ બને તે જોવું જોઇએ.

શહેરીકરણમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, માટે તેમણે "કચરામાંથી કંચન" સર્જવાની ટેકનોલોજીના આવિષ્કાર ઉપર ભાર મુકયો હતો. વડાપ્રધાન સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ દેશના 500 શહેરોને સ્વચ્છ શહેરોની ગરિમા આપવા સોલિડ વેસ્ટમ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટાનું આર્થિક સક્ષમ મોડેલ બનાવીને શહેરી આસપાસના વિસ્તારોમાં કિસાનો દ્વારા સસ્તા, સારા શાકભાજીનું ઉત્પાદન કરવાના પ્રોજેકેટની રજૂઆત કરેલી તેની રૂપરેખા આપી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટથી શાકભાજી માટેનું ઓર્ગેનિક ફર્ટીલાઇઝર બની શકે અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટેથી શાકભાજીનું ઉત્પાદન થાય તો ખેડૂતોને ફાયદો થાય અને સારા, સસ્તા શાકભાજી શહેરોને મળી શકે. પ્રધાનમંત્રીએ આ દિશામાં કંઇ કર્યું નથી. પરંતુ ગુજરાતે રાજ્યના 50 શહેરોમાં "કલીન સીટી"નો આ પાઇલોટ પ્રોજેકટ અમલમાં મુકયો છે.

ગુજરાતના રર્બન પ્રોજેકટની ભૂમિકા આપતા શ્રી નરેન્દ્રહભાઈ મોદીએ જણાવ્યુંથ કે, ગામડા નિષ્પ્રા ણ બની જાય અને શહેરો ભણી ગ્રામ વસતિની સ્થરળાંતર પ્રક્રિયાથી શહેરો ઉપર ભારણ વધશે, સમસ્યાજ વધશે તેના નિરાકરણ માટે રર્બન પ્રોજેકટમાં આત્મા્ ગામનો અને સુવિધા શહેરનીનો વિનિયોગ કર્યો છે. આ માટે 24 કલાક વીજળીની સુવિધાથી ઇન્ટસરનેટ કનેકટીવિટી ગુજરાતના બધા ગામોમાં પહોંચી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

જનભાગીદારીથી શહેરી વિકાસ માટે 4- P ફોર્મ્યુ,લાના અર્બન ગવર્નન્સમની ભૂમિકા આપતાં મુખ્યી મંત્રીશ્રીએ જણાવ્યુંગ કે, પ્રો-પિપલ -પબ્લીનક - પ્રાઇવેટ પાર્ટનરશીપનો અભિગમ ગુજરાતે અપનાવ્યો છે. ગુજરાત સરકારે અર્બન ગવર્નન્સય માટે 4-M સ્ટ્રેરટેજીનો પણ વિનિયોગ કર્યો છે. જેમાં મેન પાવર, મની રિસોર્સ, મશીનરી અને મોબીલીટી ઉપર ધ્યાનન કેન્દ્રી ત કર્યું છે, એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. અર્બન ગવર્નન્સ માટે દેશમાં આ પ્રકારનું મોડેલ ઉભું કરવાનું સૂચન તેમણે કર્યું હતું.

જાપાને 2020 ઓલિમ્પીકથી શહેરી જનશક્તિનું વિકાસ અને માળખાકીય સુવિધા માટે જાગરણ કર્યું છે, તેમ જણાવી મુખ્યશ મંત્રીએ 2022માં ભારત આઝાદીનો અમૃત મહોત્સાવ ઉજવે તે અવસર માટે જન-જાગરણનું અભિયાન ઉપાડીને શહેરી વિકાસના મિશન માટે જનશક્તિને પ્રેરિત કરીએ એવું આહવાન આપ્યું હતું.

તેમણે 2019માં મહાત્મા ગાંધીજીની દોઢસોમી જયંતીના વર્ષને કેન્દ્રવસ્થામને રાખીને "નિર્મળ શહેરી ભારત"નું સપનું સાકાર કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું. ભારતને સ્વનચ્છમ બનાવવા અને દલિત-પીડિત-શોષિત-વંચિત-ગરીબના જીવનધોરણમાં ગુણાત્મરક પરિવર્તન લાવવાના આ બંને અવસરોને પ્રેરણાસ્ત્રો ત બનાવવા તેમણે હાર્દિક અપીલ કરી હતી. પ્રત્યેક નગરમાં વસતો નાગરિક પોતાના શહેર માટે પેાતાપણાના ભાવાત્મલક સંબંધથી જોડાય તે માટેનું વાતાવરણ ઉભું કરવા દરેક નગરની આગવી ઓળખની ગરીમા માટે પ્રેરક સૂચનો કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ આપણી પરંપરામાં નગર એટલે નળ-ગટર-રસ્તા એ શહેરી વિકાસ હતો પરંતુ આજે સમય બદલાયો છે. નગરની ભીતર બે નગરો વસે છે. એક સેવા વસતિનું નગર મુખ્યર નગરમાં વસે છે. શહેરીકરણમાં સમસ્યા એ વટવૃક્ષ ના બને પરંતુ અસંગઠ્ઠિત અવિકસીત ક્ષેત્રો અને અસંતુલિત વિકાસની સ્થિશતિ બદલવી જ પડશે. શહેરી ગરીબોને શહેરી વિકાસના મોડેલમાં ભાગીદાર બનાવવાની જરૂર ઉપર તેમણે સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરી ગરીબ અને અવિકસીત વિસ્તારોના સંતુલિત વિકાસ માટે સંવેદના સ્થાીનિક સ્વરરાજ સંસ્થારઓમાં હોવી જોઇએ. ભૂતકાળમાં નદીઓ અને રસ્તા‍ઓની આસપાસ નગરો વસતા હવે ટેકનોલોજીના યુગમાં ઓપ્ટીક ફાઇબરના નેટવર્ક સાથે નગરો વિકસવાના છે અને એનર્જી-સેવિંગ ઉપર આપણું સમાજજીવન જોડવું પડશે. ડેન્મા્ર્કના કોપનહેગન સીટીએ "સાયકલ સીટી"ની નામના મેળવી છે. સાયકલ ચલાવનારા ર૬ ટકા જનપરિવારોને ખાસ પ્રેાત્સાહનો અપાય છે.

આ સંદર્ભમાં નરેન્દ્ર મોદીએ દર પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્રપ્રકાશમાં સમગ્ર શહેરની સ્ટ્રીટ લાઇટ બંધ રાખીને ઊર્જા બચત માટે ખુલ્લા માં ઉજવણીનું વાતાવરણ સર્જવા માટેની પ્રેરણા આપી હતી. ચંદ્રપ્રકાશમાં સીવવાની સોઇમાં દોરો પરોવવાની સ્પ્ર્ધા કેમ ના યોજાય એવો પ્રેરક વિચાર તેમણે આપ્યો હતો.

શહેરોમાં રેઇનવોટર હાર્વેસ્ટીંનગ માટે આપણા રહેણાંકના મકાનોમાં ભૂગર્ભ-પાણીના ટાંકાની વ્યઇવસ્થાર જનતાએ વિકસાવી હતી અને ગુજરાતમાં બસો વર્ષ પહેલાં આવા ભૂગર્ભ પાણીના ટાંકામાં વરસાદી શુદ્ધ પાણી ઉપયોગમાં લેવાતું હતું તેનું દ્રષ્ટાંત તેમણે આપ્યું હતું.
શહેરી ભારતના સમગ્રતયા જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે તેમણે સ્થાીનિક સ્વ રાજ સંસ્થાણઓ પોતાનું દ્રષ્ટિટવંત નેતૃત્વત પુરૂં પાડે તે માટે તેમણે પ્રેરક સૂચનો કર્યા હતા.

જાપાનના એમ્બેસેડર શ્રીયુત ટાકેશી યાગી(Takeshi Yagi)એ જણાવ્યું હતું કે, ગુજરાત સુશાસન અને પારદર્શક વહીવટના કારણે ગ્લોબલ બિઝનેસ હબ બન્યુંવ છે. જેને પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ મૂડીરોકાણ ગુજરાતમાં થઇ રહ્યું છે. ગુજરાત આજે સમગ્ર દેશનું જાપાનીઝ મેન્યુ્ફેકચરીંગનું નવું હબ બન્યું છે. ગુજરાતમાં વિકાસની મહત્વાની તક છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જાપાન ગુજરાતમાં શહેરી પરિવહન વ્યુવસ્થા્પન, અમદાવાદ-મુંબઇ હાઇસ્પીાડ રેલ તથા અમદાવાદમાં વર્લ્ડકલાસ એરપોર્ટ ઉપરાંત દિલ્હી-મુંબઇ ઇન્ડ્સ્ટ્રીાયલ કોરીડોરના નિર્માણમાં ટેકનીકલ સહયોગ પુરું પાડી રહ્યું છે તેની વિસ્તૃત રૂપરેખા તેમણે આપી હતી.
ગુજરાતમાં જાપાનીઝ કંપનીના સહયોગથી આધુનિક શહેરીવિકાસ સાથે શહેરી પરિવહન નિયમનની પણ સમગ્ર દેશમાં નમૂનારૂપ કામગીરી થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. જાપાન ચેમ્બનર ઓફ કોમર્સ એન્ડૂ ઇન્ડેસ્ટ્રીહઝના પ્રેસિડેન્ટી શ્રીયુત માસાકાઝુ સાકાકીડાએ જણાવ્યુંસ હતું કે, જાપાનની અનેક કંપનીઓ ભારતમાં આવી રહી છે.

ગુજરાતના વિકાસ અને રાજ્ય સરકારના પારદર્શીય અને હકારાત્મેક અભિગમનો ઉલ્લેીખ કરી તેમણે જણા 60થી વધુ કંપનીઓએ તેમની કચેરીઓ ગુજરાતમાં સ્થાપી છે, એટલું જ નહીં, તેમના વ્યા પાર ઉદ્યોગને વિસ્તાુરી રહી છે. રાજ્યની વિકાસ પ્રક્રિયા અને વિકાસની ગતિએ જાપાનને ગુજરાત અને ભારત તરફ આકર્ષ્યુંઉ છે અને દેશના શહેરી વિકાસને ગતિશીલ બનાવવા જાપાન તત્પર છે, એમ જણાવી તેમણે ગુજરાતને શ્રેષ્ઠવ સ્થકળ તરીકે ગણાવ્યું હતું.

ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના પૂર્વ સચિવ ર્ડા. એમ. રામચંદ્રને જણાવ્યું હતું કે, શહેરોના ચીરસ્થા યી વિકાસ માટે ઉચિત રણનીતિ આવશ્યકક છે. તેમણે ભારતના શહેરોની આર્થિક અને માળખાકીય વ્યસવસ્થાની આંકડાકીય માહિતી આપી જણાવ્યુંમ હતું કે, દેશના શહેરોનો સંમિલિત અને ન્યાયયોચિત વિકાસ કરવો હોય તો પાયાની મૂળભૂત બાબતો ઉપર ધ્યાન આપવું પડશે, એટલું જ નહીં, સ્થાભનિક શાસન વ્યંવસ્થાનનું સશક્તિકરણ કરવું પડશે.

તેમણે શહેરોના ટકાઉ વિકાસ માટે ઝૂંપડપટ્ટી મુકત શહેરો, સ્વવચ્છતા રોજગારીની ઉપલબ્ધી, બુનિયાદી નાગરિક સેવા, કિફાયતી આવાસ, પરવડે તેવી પરિવહન સુવિધા જેવા મુદ્દાને મહત્વના ગણાવી પારદર્શી નગર શાસન વ્યફવસ્થાક સાથે નગર પ્રશાસનમાં નાગરિકોની સહભાગીતાની હિમાયત કરી હતી. તેમણે સહભાગી શહેરોના ઉદ્દભવને આજના સમયની માંગ સમા ગણાવ્યા હતા.

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યુંમ હતું કે, ગુજરાતના શહેરોના શહેરીકરણની સમસ્યાીને પહોંચી વળવા માટે પુરતું બજેટ ફાળવી, સુદૃઢ શાસન વ્યનવસ્થામ ગોઠવીને તેમજ નવી નીતિઓ અમલી બનાવી ગુજરાતના શહેરોને નવી ઓળખ પ્રાપ્તળ થઇ છે. આ દ્વારા સમર્થ-સક્ષમ ભારતનું નિર્માણ કરીએ. ગુજરાતમાં વર્ષ 2000-2001માં શહેરી વિકાસ વિભાગ માટે રૂપિયા 127 કરોડનું બજેટ હતું. જે ચાલુ વર્ષમાં રૂપિયા 6650 કરોડનું કરાયું છે. આજે ગુજરાતમાં 160 નગરપાલિકાઓમાં 42 ટકા વસતિ છે. 2030માં શહેરી વસતી 60 ટકા થશે. ગુજરાતના મુખ્ય્ મંત્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિ દાખવી 2005ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરી આ દિશામાં નવી નીતિઓનો અમલ શરૂ કર્યો છે.

આ રાષ્ટ્રીરય સમિટમાં રાજ્ય મંત્રીમંડળના સદસ્યો, સાંસદઓ, ધારાસભ્યો, દેશના વિવિધ નગરોના મેયરો, દેશ-વિદેશના ડેલીગેટ્સ વગેરે હાજર રહ્યા હતા.

English summary
Glory of city comes with people's integration in development : Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X