For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Godhara Case: 19 વર્ષ બાદ ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ગુજરાતમાં પકડાયો, 2002થી હતો ફરાર

ગોધરા કાંડા 19 વર્ષ બાદ આ કેસના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની ગોધરામાંથી ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Godhra train coach burning case (2002) Key accused held: ગોધરા કાંડા 19 વર્ષ બાદ આ કેસના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની ગોધરામાંથી ધરપકડ કરવામાં આવી છે. સોમવારે (15 ફેબ્રુઆરી)એ એક અધિકારીએ આની માહિતી આપી. 51 વર્ષીય રફીક હુસેન ભટુક 2002થી ફરાર હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં ભીડ દ્વારા આગ લગાવવામાં આવી હતી. 19 વર્ષ પહેલા ઘટેલી આ ઘટનામાં 59 કારસેવકોના મોત થયા હતા. રફીક હુસેન ભટુક ગોધરા કાંડનો મુખ્ય આરોપી છે. તેના પર ષડયંત્ર રચવા, ભીડને ઉકસાવવા અને ટ્રેનના કોચને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવાનો આરોપ હતો.

godhara tain

ન્યૂઝ એજન્સી પીટીઆઈ-ભાષાના જણાવ્યા મુજબ પંચમહાસ જિલ્લાના પોલિસ અધિરાકી લીના પાટિલે કહ્યુ કે 51 વર્ષનો રફીક હુસેન ભટુક ગોધરા કાંડના આરોપીઓના એ મુખ્ય સમૂહનો હિસ્સો હતો કે જે આખા ષડયંત્રમાં શામેલ હતો. તેમણે જણાવ્યુ કે રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષોથી ફરાર હતો. લીના પાટિલના જણાવ્યા મુજબ રફીક હુસેન ભટુક ગોધરામાં હોવાની ગુપ્ત સૂચના મળી હતી. આ સૂચનાના આધારે ગોધરા પોલિસે રવિવાર(14 ફેબ્રુઆરી)ની રાતે રેલવે સ્ટેશન પાસે સિગ્નલ ફળિયાના એક ઘરમાં રેડ પાડી જ્યાંથી આરોપી રફીક હુસેનની ધરપકડ કરવામાં આવી.

લીના પાટિલે જણાવ્યુ કે આરોપી રફીક હુસેન આરોપીઓના એ મુખ્ય સમૂહનો હિસ્સો હતો જેણે ગોધરા સ્ટેશન પર સારમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને સળગાવાનુ આખુ ષડયંત્ર રચ્યુ હતુ. પોલિસે કહ્યુ કે આરોપી ભટુકે ગોધરા કાંડ દરમિયાન ભીડને ઉકસાવી અને ટ્રેનના કોચને સળગાવવા માટે પેટ્રોલની પણ વ્યવસ્થા કરી હતી. જ્યારે આ કેસની તપાસમાં તેનુ નામ સામે આવ્યુ તો તે દિલ્લી ભાગી ગયો હતો.

પોલિસે જણાવ્યુ કે રફીક હુસેન પર આ સિવાય હત્યા અને હુલ્લડ ફેલાવવા સહિત અન્ય આરોપ પણ છે. પોલિસે જણાવ્યુ કે આરોપી રફીક હુસેન ભટુક ગોધરા રેલવે સ્ટેશન પર મજૂરી કરતો હતો. ભટુક ટ્રેનના કોચ પર પત્થરમારો કરવા અને તેમાં પેટ્રોલ નાખવામાં શામેલ હતો ત્યારબાદ અન્ય આરોપીઓએ કોચમાં આગ લગાવી દીધી. તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીએ થયેલ ગોધરા કાંડમાં 59 કારસેવકોના મોત થયા હતા. ત્યારબાદ ગુજરાતમાં મોટાપાયે સાંપ્રદાયિક હુલ્લડ ભડકી ગયા હતા.

રેલીમાં ચક્કર આવતાં પડી ગયા વિજય રૂપાણી, મોદીએ આરામ કરવાની સલાહ આપીરેલીમાં ચક્કર આવતાં પડી ગયા વિજય રૂપાણી, મોદીએ આરામ કરવાની સલાહ આપી

English summary
Godhra Riots: Key accused in Godhra train coach burning case 2002 held after 19 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X