ગોંડલમાં નવજાત બાળકને માતાએ ત્યજી દેતા શ્વાને ફાડી ખાધો

Subscribe to Oneindia News

રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક એવી ઘટના છે જે માતાના નામને લજાવે છે. ક્રુર માતા પોતાના બાળકને ત્યજી દેતા શ્વાને બાળકને ફાડી ખાધો હતો. નવજાત બાળકનો મૃતદેહને સ્થાનિકોને જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ ,માટે હોસ્પિટલે ખસેડયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. ગોંડલ શહેરની સરવૈયા શેરીમાં નાના દરબારગઢ પાસેના ખુલ્લા પ્લોટમાં શ્વાન દ્વારા ચુંથી નખાયેલ નવજાત શીશુનો મૃતદેહ પડયો હોવાની જાણ સ્થાનિકને થતા પોલીસ ને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

new baby

નવજાત બાળકના મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આવું અધમ કૃત્ય કરનાર માતા સામે પોલીસ ગુનો નોંધી અજાણી માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે ગત થોડા સમયથી ગુજરાતમાં આવા અનેક કિસ્સા બની રહ્યા છે. જેમાં નવજાત શિશુને રસ્તા પર કે કચરામાં તરછોડી દેવામાં આવે છે. ગુજરાતમાં આવા કિસ્સા વધવા એક ચિંતાનો વિષય છે.

English summary
Gondal : One more Abandoned child found dead. Such cases are increased in Gujarat nowadays. Read more on this here.
Please Wait while comments are loading...