For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો પ્રત્યે સરકારની ઝેરીલી નીતિ? ટેકાના ભાવના તરકટ સામે ખેડૂતો રોષે ભરાયા

ટેકાના ભાવના તરકટ સામે ખેડૂતો રોષે ભરાયા

|
Google Oneindia Gujarati News

ખંભાળિયાઃ જગતના તાત ખેડૂતોને કુદરત અને સરકાર બંને તરફથી માર પડી રહ્યો છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં કલ્યાણપુર, લાલપુર સહિતના તાલુકાઓનાં કેટલાંય ગામોમાં 250 મીમીથી ઓછો વરસાદ થયો હોવા છતાં અછતગ્રસ્ત જાહેર ન કરી સરકારે અન્યાય કર્યો હતો, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાના અથાગ પ્રયત્નોથી આખરે કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો ત્યારે હવે ટેકાના ભાવના નામે સરકારે ખેડૂતો પર ઝેર વરસાવ્યું છે. જેને પગલે ખંભાળિયા, ભાણવડ, ભાટિયા સહિતના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

farmer

જણાવી દઈએ કે રાજ્ય સરકારે 24 ઓક્ટોબર 2018ના રોજ જાહેર કરેલ પરિપત્રમાં 30 કિલોની ભરતીની જાહેરાત કરી હતી પણ જ્યારે ખરીદી શરૂ કરવામાં આવી ત્યારે તસવીર કંઈક અલગ જ જણાતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ખરીદી શરૂ કરાઈ ત્યારે 30 કિલોની ભરતીને બદલે 35 કિલોની ભરતી ફરજિયાત કરી હોવાથી ખેડૂતોની મુઝવણ વધી ગઈ હતી. ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યા મુજબ બોરીની બાંધણું સિલાઈ મશીનથી કરવાનું હોય બોરી ઉપરથી અડધો ફીટ ખાલી રાખવી ડે છે જેને કારણે બોરીમાં 4-5 કિલો મગફળી ઓછી સમાય તેવી સ્થિતિ છે ઉફરા્ંત આ વર્ષ નબળું થયું હોવાના કારણે 35 કિલો મગફળીની ભરતી શક્ય જ નથી.

સરકારની ઢીલી દાનત સામે ખેડૂતોનો ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે. 35 કિલોની ભરતી કરવી ફરજીયાત કરી દેવાતાં મોટા ભાગના ખેડૂતોએ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તાની વચ્ચે જ મગફળીની હોળી કરી સરકારની ઝેરીલી નીતિનો વિરોધ કર્યો. જણાવી દઈએ કે સરકારે 1000 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી પણ 30 કિલોની ભરતીની જગ્યાએ 35 કિલોની ભરતી ફરજીયાત કરવામાં આવતાં ખેડૂતોને ટેકાના ભાવનો યોગ્ય રીતે લાભ નથી મળી રહ્યો.

આ પણ વાંચો- 10 દિવસમાં કોંગ્રેસના CMએ દેવું માફ ન કર્યું તો મુખ્યમંત્રી જ બદલી નાખીશઃ રાહુલ ગાંધી

English summary
Government's poisonous policy towards farmers? Farmers are outraged against the supportive quote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X