For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 દિવસમાં કોંગ્રેસના CMએ દેવું માફ ન કર્યું તો મુખ્યમંત્રી જ બદલી નાખીશઃ રાહુલ ગાંધી

દેવું માફ ન કર્યું તો 10 દિવસમાં CMને જ બદલી નાખીશઃ રાહુલ

|
Google Oneindia Gujarati News

સાગરઃ મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે નાર વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન ધીમે-ધીમે જોર પકડી રહ્યું છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશમાં અને પીએમ નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં રેલી કરી રહ્યા છે. સાગરમાં રેલી કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીએ વચન આપ્યું હતું કે તેઓ બે કરોડ રોજગાર આપશે. ચીનની સરકાર 24 કલાકમાં 50 હજાર યુવાનોને રોજગાર આફે છે. મેકઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી પહેલ બાદ પણ મોદી સરકાર 24 કલાકમાં માત્ર 450 રોજગાર જ પેદા કરી શકી. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું હતું.

મોદીજીએ હજારો કરોડો ઉદ્યોગપતિઓને આપી દીધા

મોદીજીએ હજારો કરોડો ઉદ્યોગપતિઓને આપી દીધા

પીએમ મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી જી આવે છે. 15 લાખનું વનચ કરશે. 2 કરોડ યુવાઓને નોકરી આપવાનું વચન કરશે. પરંતુ પોતાના ભાષણમાં સાડા ચાર વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી આપી તેના વિશે એક શબ્દ નથી બોલતા. મધ્ય પ્રદેશની સરકારે 15 વર્ષમાં અને મોદી સરકારે ચાર વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી આપી? કોઈને નથી આપી. નરેન્દ્ર મોદીએ સાડા ચાર વર્ષમાં ભારતના સૌથી અમીર લોકના ત્રણ લાખ 50 હજાર કરોડ રૂપિયા માફ કર્યા છે. મનરેગામાં 33 હજાર કરોડ રૂપિયા લાગે છે, જેનાથી 10 ગણા રૂપિયા મોદીજીએ અમુક ઉદ્યોગપતિઓને આપી દીધા.

નોટબંધીમાં કોઈ અબજોપતિને લાઈનમાં ઉભા રહેતા જોયો?

નોટબંધીમાં કોઈ અબજોપતિને લાઈનમાં ઉભા રહેતા જોયો?

ખેડૂતોના દેવાં માફી પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મોદીજીની ઑફિસમાં ગયો. ખુદ ગયો. મેં તેમને એક સવાલ પૂછ્યો કે મોદીજી એક વાત જણાવો, તમે 15-20 જણાના ત્રણ લાખ કરોડ રૂપિયા માફ કર્યા. ખેડૂતોથી તમે બોનસ છીનવી લો છો, તેમને યોગ્ય ભાવ આપવાનું વચન આપ્યું, પરંતુ આપતા નથી. તમે ખેડૂતોનો કરજો માફ કેમ કરતા નથી. મારા સવાલોનો જવાબ મોદીજીએ ન આપ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીએ નોટબંધી કરી અને ખેડૂતો, મજૂરો અને માતાઓ તથા બહેનોને લાઈનમાં ઉભાં કરી દીધા. પરંતુ ભારતના ચોરોને મેહુલ ચોક્સી, નીરવ મોદી અને કોઈ અબજોપતિને લાઈનમાં ઉભતાં જોયા? મેહુલ ચોક્સી દેશથી બહાર ગયા બાદ અરુણ જેટલીના દીકરાના ખાતામાં પૈસા નાખ્યા અને વિજય માલ્યા ભાગતાં પહેલાં અરુણ જેટલીને મળે છે. એમને લાઈનમાં ઉભા રહેતાં જોયા?

10 દિવસમાં મધ્ય પ્રદેશના ખેડૂતોનું દેવું માફ થઈ જશે

10 દિવસમાં મધ્ય પ્રદેશના ખેડૂતોનું દેવું માફ થઈ જશે

રાહુલ ગાંધીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ 10 દિવસમાં મધ્ય પ્રદેશના ખેડૂતોનું દેવું માફ થઈ જશે, 11મો દિવસ નહિ લાગે. જો કોંગ્રેસનો મુખ્યમંત્રી 10-15 દિવસમાં દેવું માફ નહિ કરે તો બીજો મુખ્યમંત્રી આવીને કરશે. ભ્રષ્ટાચારના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી પહેલાં ભ્રષ્ટાચારની વાતો કરતા હતા. કહેતા હતા કે મારે 56 ઈંચની છાતી છે, મને પીએમ નહિં ચોકીદાર બનાવો. જ્યારે આજના ભાષણમાં મોદીજી પોતાના ભાષણમાં કરપ્શન શબ્દનો ઉપયોગ નથી કરતા. રાહુલ ગાંધીએ કહ્યું તે દેશ અને પ્રદેશમાં રોજગારીની બહુ મોટી સમસ્યા છે. ભાજપ શાસિત રાજ્યોમાં જાઓ અને યુવાઓને પૂછો કે શું કરો છો? તો તેઓનો જવાબ હશે કે કંઈ નહિ.

રાજસ્થાન ચૂંટણી 2018: મુસ્લિમ ઉમેદવારોથી ભાજપા દૂર રહ્યુંરાજસ્થાન ચૂંટણી 2018: મુસ્લિમ ઉમેદવારોથી ભાજપા દૂર રહ્યું

English summary
Congress President Rahul Gandhi addresses a public gathering in Sagar, Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X