For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી સ્કીમના ભષ્ટ્રાચારનો સૌથી મોટો કેસ એસીબીએ નોંધ્યો

ટોયલેટ બનાવવામાં થયેલો રૂપિયા ત્રણ કરોડના ભષ્ટ્રાચારનો કેસ નોંધતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દેવભુમિ દ્વારકા એસીબીએ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત બનાવવામાં આવતા ટોયલેટ બનાવવામાં થયેલો રૂપિયા ત્રણ કરોડના ભષ્ટ્રાચારનો કેસ નોંધતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ વર્ષ 2014-15માં ઓખા નગરપાલિકા દ્વારા વિવિધ સ્વેચ્છીક સંસ્થાઓને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6752 જેટલા ટોયલેટ બનાવવાની કામગીપરી સોંપવામાં આવી હતી. અને તે અંગે ઓખા નગરપાલિકાએ તેમને એક ટોયલેટ દીઠ રૂપિયા 12 હજારની ચુકવણી કરી દેવામાં આવી હતી.

toilet corruption case

જો કે માર્ચ-2017માં એસીબીના અધિકારીઓને એક અરજી મળી હતી કે ટોયલેટ બનાવવામાં ખુબ મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને એસીબીના ડાયરેક્ટરે દેવભૂમિ દ્રારકાના એસીબીને તપાસ કરવાનું કહેતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તબક્કા વાર તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી જેમાં નવ મહિનાની તપાસમાં માહિતી મળી હતી કે સાત જેટલી એજન્સીઓના સંચાલકોએ 3354 જેટલા ટોયલેટ બનાવવામાં આવ્યા જ નહોતા અને માત્ર બોગસ દસ્તાવેજો બનાવીને નગરપાલિકા અધિકારીઓની મિલીભગતથી નાણાં લઇ લીધા હતા. જેમાં સરકારને અંદાજે રૂપિયા 2.75કરોડનું નુકશાન થયુ હતુ. આ અંગે એસીબીએ દેવભુમિ દ્વારકાના એસીબી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 120 (બી), 406, 409, 465, 467, 471 અને 114 અને ભષ્ટ્રાચાર નિવારણ કાયદાની કલમ 13 (1) , (ડી) (2) મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

toilet corruption case

આ કેસમાં આરોપી તરીકે કિશોર દેવમુરારી જે જનસેવા મંડળ કાથરોટા અને મારૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને નવ ચેતન વિકાસ ટ્રસ્ટના પ્રમિખથ છે, નિકુંજ પ્રતાપરાય ચોધરી, મનોજ પંડ્યા, પંકજ રૂપાપરા, ઓખા નગરપાલિકાના સીટી એન્જીનીયર શક્તસિંહ વાઢેર,. ઓલ ઇન્ડિયા ઇન્સટીયુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ખાનપુરના સુપરવાઇઝર, ઓખા નગરપાલિકાના સાત પૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે.

આ અંગે એસીબીના એડીશનલ ડાયરેક્ટર ડી પી ચુડાસમાએ જણાવ્યું કે આ કેસમાં અમે અંદાજે 2500 જેટલા પાનાના પુરાવા જપ્ત કર્યા છે અને આરોપીઓની ધરપકડ ટૂંક સમયમાં કરીશુ અને કૌભાંડ સરકારી યોજનાનું સૌથી મોટી કહી શકાય તેમ છે. જેથી આ કેસની તપાસ ડીવાયએસપીના સુપરવીઝનમાં કરવામાં આવશે.

English summary
government schemes corruption case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X