ગુજરાતમાં 10,279 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી

Subscribe to Oneindia News

આજે ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં 26813 ઉમેદવારો સરપંચ પદ માટે ઉભા છે. રાજ્યમાં કુલ ૧૦ હજાર ૨૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં પ્રથમવાર મતદાર નોટાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં ૫૩,૧૧૬ વોર્ડ માટે ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીમાં ૧૩૨૫ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.

election

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે કુલ ૧ લાખ ૨૦ હજાર ૯૩૬ ઉમેદવારો મેદાને પડયાં છે. સરપંચપદ માટે કુલ ૨૬ હજાર ૮૧૬ ઉમેદવારોએ દાવેદારી કરી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧ કરોડ ૬૫ લાખ ૯૮ હજારથી વધુ મતદારો છે. જેમાં ૮6 લાખ ૩૫ હજારથી વધુ પુરૃષ મતદારો અને ૭૯ લાખ ૬૩ હજારથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

election

રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં ૯૫૭૫ મતદાન મથકોને સંવેદનશીલ-અતિ સંવેદનશીલ જાહેર કર્યાં છે. જયાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૨૨,૩૮૨ મતદાન મથકો પર મતદાન યોજાયું છે. જેમાં ૪૪,૧૫૮ મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

election

૫૨૭૭ ચૂંટણી અધિકારી સહિત ૧,૩૫ લાખ પોલીંગ સ્ટાફની ચૂંટણી કામગીરીમાં મદદ લેવાઇ છે. ૫૦,૦૩૭ પોલીસ કર્મચારીઓને ચૂંટણીમાં બંદોબસ્તમાં ગોઠવાયાં છે.

English summary
gram panchayat election in gujarat today
Please Wait while comments are loading...