1557 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80 ટકા મતદાન

Subscribe to Oneindia News

રાજ્યમાં થોડાક મહિના અગાઉ જ મોટાભાગની ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાઈ ગઇ હતી, જે પછી બાકી રહેતી પંચાયતો પૈકીની 1828 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી હતી. તેમાંથી 349 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં, 1557 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાઈ હતી.

gram panchayat election

1557 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 80 ટકા જેટલું મતદાન થયું હતું. 11મી એપ્રિલે મતગણતરી થશે, ચૂંટણીના પરિણામ પહેલા ભાજપ અને કોંગ્રેસ, બંન્ને પક્ષો જીતના દાવા કરી રહ્યાં છે. ભાજપનું કહેવું છે કે, અગાઉ થયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં 80 ટકા સરપંચો ભાજપના ચૂંટાઈને આવ્યા હતા અને આ ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે. તો સામે કોંગ્રેસનું કહેવું છે કે, ગામડાઓમાં ભાજપના રાજમાં ખેડૂતની હેરાનગતિ વધી છે અને આથી કોંગ્રેસના સરપંચની જ જીત થશે.

gram panchayat election

અહીં વાંચો - સદ્દભાવ ગ્રુપ પર આઈટીના દરોડા

બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે, હવે પરિણામના દિવસે જોવાનું રહેશે કે આ બેમાંથી કોણ હારે છે અને કોણ જીતે છે!

English summary
1557 Gram Panchayat's Election at various districts of Gujarat. 80% voting. Read more on it.
Please Wait while comments are loading...