For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી ભેટ, GSRTC 1000 નવી બસ ખરીદશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી ભેટ, GSRTC 1000 નવી બસ ખરીદશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન 1000 નવી બસ ખરીદશે. આગામી જૂન મહિનાથી યાત્રીઓ માટે આ બસ સેવામાં રાખવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવાં વર્ષ 2021ના પહેલા દિવસે જ રાજ્યની જનતાને આ ભેટ આપી છે. વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે ઘોષણા કરી છે.

vijay rupani

તેમણે કહ્યું કે રાજ્યોમાં સ્વચ્છ અને ઈકો ફ્રેન્ડલી સાર્વજનિક પરિવહન સેવા માટે 50 ઈ-બસ પણ દોડાવવામા આવશે. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા રાજ્યમાં 33.66 કરોડ રૂપિયાની લાગતથી બનેલ પાંચ નવા ડેપોનું લોકાર્પણ પણ કર્યું. જ્યારે 10 નવા બસ ડેપો માટે શિલાન્યાસ પણ કર્યો. જ્યારે 15.25 કરોડ રૂપિયાની લાગતથી નિર્મિત ચૂડા, અંકલેશ્વર, સિદ્ધપુર, દિયોદર, તાલોદ બસ ડેપો અને ઉના સ્થિત ડેપો-વર્કશૉપનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. મહુવા, કલ્યાણપુર, ભાણવડ, વસઈ, સરા, ટંકારા, કોટડા સાંગણી, તુલસીશ્યામ, ધાનપુર, કેવડિયા કૉલોનીમાં 18.41 કરોડ રૂપિયાની લાગતથી નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.

ઈ-લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, 'GSRTC દરરોજ 45000 ટ્રીપ કરે છે જેમાંથી 30000 ટ્રીપ ગામડાઓને સાંકડે છે.'

બીજી તરફ મહેસાણાના વસઈ ગામમાં 94.71 લાખ રૂપિયાની લાગતથી નિર્મિત બસ ડેપોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે એસટી નિગમની બસમાં દરરોજ 25 લાખ યાત્રી સફર કરે છે. આ બસોમાં દિવ્યાંગ, કેંસર પીડિત અને વિદ્યાર્થીઓને મફત નિઃશુલ્ક અને રાહત દરે સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવે છે.

English summary
GSRTC will buy 1000 new buses, best gift from Chief Minister Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X