મંગળવારે ગુજકેટ અને 29 મેના રોજ ધો.10નું પરિણામ જાહેર થશે

Subscribe to Oneindia News

અમદાવાદમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી ગુજકેટ અને એસએસસીની પરીક્ષાનું પરીણામ જાહેર કરવાની તારીખ જાહેર કારવામાં આવી છે. 23મેના રોજ ગુજકેટનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે અને 29મી મેના રોજ એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે 23 મેના રોજ જાહેર કરાશે. ગુજકેટનું પરીણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને આવતીકાલે જ માર્કશીટ વિતરણ કરાશે. એસએસસીની પરીણામના દિવસે સવારે 11થી 4 દરમિયાન વિદ્યાર્થીઓને પણ માર્કશીટનું વિતરણ કરાશે.

result

ધોરણ-10 અને ગુજકેટનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે 29 મેં રોજ ઓનલાઈન મુકવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીંનિયરીંગ ડિગ્રી,ડિપ્લોમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા એ,બી અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે 10 મેના રોજ પરીક્ષા લેવાયેલી પરીક્ષામાં અંદાજે 1.33 લાખ વિદ્યાર્થીઓ હજાર રહ્યાં હતા. જેમનું ભાવી આવતીકાલે નક્કી થશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ધો.12 સાયન્સનું 81.89% પરિણામ આવ્યું છે.

English summary
Guajrart:Tuesday gujcet result declare and 10th board result will declared on 29 may.
Please Wait while comments are loading...