રવિવારે ગુજરાત કોંગ્રેસના કોળી આગેવાનોની જસદણમાં બેઠક

આ બેઠક બાદ કોળી સમાજના આગેવાનો રાજકોટમાં પણ એક બેઠક યોજવાના છે. રાજકોટની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના કોળી આગેવાનોનું એક પ્રતિનિધી મંડળ દિલ્હીમાં હાઇકમાન્ડ સમક્ષ પોતાની માંગણીઓની રજૂઆત કરશે. રવિવારે મળી રહેલી બેઠક અગાઉ રાજકોટમાં યોજવાનું નક્કી કર્યું હતું. તેમાં ફેરફાર કરીને હવે જસદણ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટના સાંસદ કુંવરજી બાવળિયા તથા સુરેન્દ્રનગરના સાંસદ સોમાભાઇ ગાંડાભાઇ પટેલ, જસદણના ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, સાણંદા ધારાસભ્ય કમશીભાઇ કોળી, પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણ રાઠોડ, જૂનાગઢના પૂર્વ ધારાસભ્યો ડૉ ચંદ્રિકા ચુડાસમા અને જેઠાભાઇ જોરા, કોળી સમાજના પ્રમુખ કરસન વેગડ, કોળી ઠાકોર સમાજના પ્રમુખ દિનેશ મકવાણા સહિત સૌરાષ્ટ્રના 7 જિલ્લાના અંદાજે 60થી 70 જેટલા આગેવાનો રવિવારની બેઠકમાં હાજરી આપવાના છે.
આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટમાં અથવા એઆઇસીસીમાં કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કોળી આગેવાનોને મોટી પોસ્ટ આપવામાં આવે તે માગણી ઝુંબેશ સઘન બનાવવા આ મીટીંગ બોલાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
