GPSCને UPSCની સમકક્ષ બનાવવા ગુજરાત સરકારની કવાયત

gpsc-logo
ગાંધીનગર, 18 મે : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની પરીક્ષા યુપીએસસીની સમકક્ષ કરવા માટે ગુજરાત સરકારે કવાયત હાથ ધરી છે. જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા માટે ગુજરાત સરકારને 72થી વધુ સૂચનો મળ્યાં હતાં. જેમાંનાં કેટલાંક સૂચનોનો સ્વીકાર કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારની નોકરીઓ માટે, જીપીએસસીની રચના કરવામાં આવી હતી. જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવતા હતા. ચાલુ વર્ષથી જીપીએસસીની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સમકક્ષ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે પૈકીનાં કેટલાક સૂચનોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેનાથી જીપીએસસીની ભરતી પ્રક્રિયા પારદર્શી બનશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 250 જેટલા અધિકારીઓ પાસેથી જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં પરીક્ષા પદ્ધતિ, પેપર સ્ટાઈલમાં સુધારા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 મે, 1960એ જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર માટે અન્ય રાજ્યના પરીક્ષા આયોગનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

સામાન્ય વહીવટ વિભાગનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે અલગ અલગ અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. અધિકારીઓના અભિપ્રાયોના અભ્યાસ બાદ રાજ્ય સરકાર જીપીએસસીના નિયમોમાં ફેરફાર અંગે નિર્ણય કરશે. ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X