For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આવનાર પર્યટકોને હવે અમરેલીમાં પણ જોવા મળશે એશિયાઇ સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lion
અમદાવાદ, 6 મે: એશિયાઇ સિંહોની એક ઝલક મેળવવાની ઇચ્છાને પુરી પાડવા માટે ગુજરાત આવનાર પર્યટકો હવે દેવળીયા પાર્ક ઉપરાંત ગીર અભ્યારણના પૂર્વ સ્થિત અમરેલી જિલ્લાના અંબાડીમાં પણ એશિયાઇ સિંહને જોઇ શકાશે. સાસણ ગીરમાં પર્યટકોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે અંબાડીમાં પણ જૂનાગઢ જિલ્લાના દેવળીયા પાર્કની જેમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના મુખ્ય વન્યજીવ સંરક્ષક સી એન પાંડેએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ધારી નજીક અંબાડીને દેવળીયા પાર્કની જેમ વિકસાવવામાં આવશે જેમાં છ થી આઠ સિંહ હશે.

તેમને કહ્યું હતું કે 'આ નદી કિનારે આવેલી એક ખૂબસૂરત જગ્યા છે, તેમાં વાડ લગાવવાનું કામ પુરૂ થઇ ગયું છે. જાનવરો માટે રહેણાંક માળખાનું કામ ચાલુ છે. પર્યટકોને સાચવવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ વિકસાવવાનું કામ હજુ બાકી છે.

આને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આર્થિક મદદથી 400 હેક્ટરના વિસ્તારમાં વિકસાવવામાં આવશે. રાજ્ય વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ વિસ્તાર આવર્ષના અંત સુધી પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે.

વન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ''ભાવનગર અને અમરેલી આવનાર પર્યટકોને આકર્ષિત કરવા માટે અંબાડીને વિકસાવવામાં આવે છે, નહીંતર આ પર્યટકોને એશિયાઇ સિંહોની ઝલક મેળવવા માટે સાસણ ગીરના જૂનાગઢમાં જવું પડે છે.

સાસણ ગીર એક એવું પર્યટન સ્થળ છે જ્યાં પર્યટકોને આઠ માર્ગેથી જવાની પરવાનગી છે જો કે પર્યટન સીઝન દરમિયાન સહેલાણીઓની ભીડની વ્યવસ્થા માટે ચાર નવા માર્ગ ખોલવામાં આવે છે પરંતુ એ પણ પર્યટકોની માંગણી કરવા માટે અપર્યાપ્ત છે.

રાજ્ય વન વિભાગના અધિકારીઓના અનુસાર પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે ખૂશ્બૂ ગુજરાતની જાહેરાત બાદ ગત બે વર્ષોમાં સાસણ ગીર આવનાર પર્યટકોની સંખ્યા બમણી થઇ ગઇ છે. આ જાહેરાત બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કરી છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાણાંકીય વર્ષ 2012-13માં 4.83 લાખ પર્યટકો ગીર અભ્યારણની મુલાકાતે આવ્યાં હતા જ્યારે 2010-11માં અહીં આવનાર પર્યટકોની સંખ્યા 2.69 હતી. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગીરમાં આવનાર પર્યટકોની સંખ્યામાં ગત ચાર વર્ષોમાં ઝડપથી વધારો થયો છે.

English summary
Tourists visiting Gujarat to get a glimpse of the Asiatic Lions might get to see them at a new address at Ambardi in Amreli district, the eastern end of Gir sanctuary, by this year-end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X