For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: આણંદ જિલ્લાના ખંભાતમાં ૬ ઇંચ વરસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 જુલાઇ: ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય બની રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આણંદ જિલ્લાના આણંદ, ઉમરેઠ, આંકલાવ, પેટલાદ અને ખંભાતમાં મેધરાજાએ એન્ટ્રી મારી હતી. ખંભાતમાં ૧૪પ મી.મી. એટલે કે ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ઉમરપાડા ૧૦ર મી.મી., જલાલપોર ૧૧૩ મી.મી. અને નવસારીમાં ૧૧ર મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૮-૭-ર૦૧૩ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ર૪ કલાક દરમિયાન માલપુર ૮૦ મી.મી., ધંધુકા ૮૭ મી.મી., શિનોર (વડોદરા) ૭ર મી.મી., ઉમરાળા ૮પ મી.મી., મહુવા ૮૧ મી.મી., પલસાણા ૭૦ મી.મી., કપરાડા ૯૦ મી.મી. અને પારડીમાં ૮૦ મી.મી. એમ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ થયો છે.

આ ઉપરાંત આંકલાવ પ૦ મી.મી., ડભોઇ ૪૭ મી.મી., કરજણ પ૯ મી.મી., લાઠી પ૭ મી.મી., શિહોર ૪૪ મી.મી., ઝઘડીયા ૪૧ મી.મી., વાગરા ૬૩ મી.મી., નાંદોદ ૪૭ મી.મી., સાગબારા પ૦ મી.મી., તિલકવાડા ૬૧ મી.મી., વાલોડ પ૯ મી.મી., વ્યારા પપ મી.મી., બારડોલી પપ મી.મી., ચોર્યાસી ૬૪ મી.મી., માંગરોળ ૪ર મી.મી., ચીખલી પ૪ મી.મી., ગણદેવી ૪૮ મી.મી., વાંસદા ૬૦ મી.મી., ધરમપુર ૬૪ મી.મી., ઉમરગામ ૬૪ મી.મી. અને વલસાડ ૬૭ મી.મી. એટલે બે ઇંચ કે તેથી વધુ વરસાદ થયો છે.

rain

રાજ્યના ર૯ તાલુકાઓમાં ૧ ઇંચ કે તેથી વધુ અને ૩૦ તાલુકાઓમાં અર્ધો ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસુ ર૦૧૩ દરમિયાન તા. ૧૮-૭-ર૦૧૩ અંતિત ૪૩૦.૯૩ મી.મી., સરેરાશ વરસાદ વરસ્યો છે જે પ૪ ટકા જેટલો થવા જાય છે.

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ૧૮મીથી રરમી જુલાઇ દરમિયાન ૧૧ મિમીથી ૨૩ મિમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ર૬થી ર૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી રહેવાનો વર્તારો કરવામાં આવ્યો છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ હજી સક્રિય હોવાથી ચરોતર વિસ્તારમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેશે. છુટોછવાયો ધીમી ધારે થતો વરસાદ કૃષિપાકો માટે ફાયદાકારક પુરવાર થશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ મધ્ય પ્રદેશમાં ઉપરવાસના ડેમમાંથી ભરપૂર પાણી છોડવામાં આવતા આજે સવારે 10.15 વાગ્યાથી છલકાવા માંડ્યો છે. ડેમમાં પાણીની સપાટીએ 121.92 મીટરના લેવલને પાર કરી દીધું છે. સવારે 11 વાગ્યે ડેમનું વોટર લેવલ 122 મીટર હતું. સામાન્ય રીતે, નર્મદા ડેમ ઓગસ્ટ મહિનામાં છલકાતો હોય છે, પણ આ વખતે જુલાઇના મધ્યમાં એટલે કે વહેલો છલકાયો છે. હવે ડેમ ઓગસ્ટમાં ફરીથી છલકાય એવી શક્યતા છે. ઓવરફ્લો થતા સરદાર સરોવર ડેમને જોવા માટે તે સ્થળે લોકોની મેદની ઉમટી પડી છે.

English summary
Madhya Gujarat region receives heavy rain in last 24 hour, sky remains overcast entire day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X