ગુજરાતઃ એક દિવસમાં 6 લાખથી વધુ નાગરિકોને કોરોના રસીના ડોઝ અપાયા
ગુજરાતમાં કોરોના રસીકરણને ગતિ મળી રહી છે. જેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે શનિવારે ગુજરાત રાજ્યમાં એક જ દિવસમાં છ લાખ એક હજાર 720 લોકોને કોરોનાની વેક્સીન આપી દેવામાં આવી છે. આ અત્યાર સુધી એક દિવસમાં થયેલ સૌથી વધુ વેક્સીનેશનમાંથી એક છે.
45 વર્ષથી વધુ આયુ વર્ગના લોકોને સૌથી વધુ એક દિવસમાં એક લાખ 24 હજાર 440 ડોઝ આપવામાં આવ્યા. જ્યારે આ આયુ વર્ગના લોકોને બીજા ડોઝના રૂપે 68 હજાર 445 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી.
18થી 44 આયુ વર્ગમાં ત્રણ લાખ 76 હજાર 443 લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આ આયુ વર્ગમાં 25 હજાર 506 લોકોને બીજો ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. હેલ્થ કેર વર્કર્સ અને ફ્રંટ લાઈન વર્કરમાં પ્રથમ ડોઝ 130ને અને બીજો ડોઝ 6756 લોકોને લગાવવામાં આવ્યા છે.
આની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 3 કરોડ 61 લાખ 96 હજાર 17 ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. શનિવારે સૌથી વધુ વેક્સીન અમદાવાદ શહેરમાં 56 હજાર 369 લોકોને લગાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 19 હજાર 226 લોકોને વેક્સીન આપવામાં આવી છે. સુરત શહેરમાં 49 હજાર 694 લોકોને અને સુરત જિલ્લામાં 15 હજાર 331 લોકોને વેક્સીન આપવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા ધથવાનો દર 98.75 ટકા સુધી પહોંચી ગયો છે. શનિવારે સાંજે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યના 8 લાખ 14 હજાર 747 દર્દીઓએ કોરોનાવાયરસને મ્હાત આપી છે.
જો રાજ્યમાં કોરોનાવાયરસના દર્દીઓની વાત કરીએ તો અત્યારે કુલ 196 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 192 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 8 લાખ 14 હજાર 747 દર્દીઓ કોરોનાની હરાવી ઘરે પરત પહોંચી ગયા છે અને 10 હજાર 77 જેટલા દર્દીઓના જીવ કોરોના ભરખી ગયો. સરકારને આશંકા છે કે દિવાળીના તહેવારની આસપાસ કોરોનાવાયરસની ત્રીજી લહેર ડોક્યું કરી શકે છે, જેને લઈ ગુજરાતની રૂપાણી સરકાર જાહેર મેળાવળા અને કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવે તો નવાઈ નહીં.