For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: બજારની વચ્ચે ધારદાર હથિયારથી હત્યા કરી

ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં યુવકને તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં યુવકને તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો. સમગ્ર ઘટના શહેરના સત્યનારાયણ રોડની છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, ગુનો કર્યા બાદ આરોપીઓએ પોતાને પોલીસને હવાલે કર્યા હતા. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઇ કેસની તપાસ શરૂ કરી છે. પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.

સીસીટીવીમાં ઘરના કેદ

સીસીટીવીમાં ઘરના કેદ

તહેવારો દરમિયાન બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ભયનું વાતાવરણ નજરે પડે છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, એક યુવક બે યુવાનોની પાછળ તીક્ષ્ણ હથિયારો લઇને દોડી રહ્યો છે અને બંને યુવકો પોતાને બચાવવા માટે અહીં તહીં ભાગી રહ્યા છે. ત્યારે જ એક યુવક આરોપીની નજીક આવી જાય છે અને આરોપી તેને પકડીને તીક્ષ્ણ હથિયાર ઘ્વારા તેના તેના પર હુમલો કરીને ભાગી જાય છે.

યુવકની મૌત થઇ

યુવકની મૌત થઇ

જો કે, થોડા સમય માટે ઇજાગ્રસ્ત યુવાન ત્યાં બેસવાનો પ્રયાસ કરે છે. પરંતુ અચાનક તે નીચે પડે છે અને તે પછી તરત જ મરી જાય છે. મૃતકની ઓળખ રાજુભાઇ મકવાણા તરીકે થઈ છે અને તે મહાવીર હાર્ડવેર સ્ટોરમાં કામ કરતો હતો.

આરોપીએ સરેન્ડર કર્યું

આરોપીએ સરેન્ડર કર્યું

તે તેની દુકાન પર કામ કરી રહ્યો હતો, ત્યારે અશોક નામનો શખ્સ એક સાયકલ પર આવ્યો હતો અને તેને તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, બાદમાં આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી પોતાનો ગુનો કબૂલ્યો હતો. પરંતુ તેણે આ હત્યા કેમ કરી? આ મામલે પોલીસની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પ્રેમિકાના પતિને મારવા આવેલો પ્રેમી, પોતે પણ થયો શિકાર, બંનેની લાશ મળી

English summary
Gujarat: A Person Killed with sharp weapon in the middle of the market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X