For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતે કૃષિ વિકાસ દર પંજાબ કરતા સારો, રાજ્યમાં કૃષિ વિકાસ દર 6.9 ટકા

વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

|
Google Oneindia Gujarati News

દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીનો પદવિદાન યોજાયો હતો જેમા કૃષિમંત્રી રાધવજી પટેલે ગુજરાત રાજ્યને કૃષિ વિકાસના સંદર્ભમાં મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં પંજાબ અને હરીયાણાએ કૃષિક્ષેત્રે બહુ સારું પ્રદર્શન કર્યુ હતું જ્યારે વર્ષ-૨૦૦૦ પછીના સમયગાળામાં ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે ખુબ જ પ્રભાવિ રહ્યું છે. કારણ કે હરિયાળી ક્રાંતિની પરકાષ્ઠા દરમિયાન પંજાબમાં નોંધાયેલ કૃષિ વિકાસદરને પણ ગુજરાત વટાવી ગયું છે. ગુજરાતે ૯.૬ ટકાના દરે કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

RAGHAVAJI PATEL

36 છાત્રોને સુવર્ણપદક, 33 વિદ્યાર્થીઓને પીએચ.ડી., 164 વિદ્યાર્થીઓને સ્નાતકોતર પદવી અને 338 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરીને કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ દેશના યુવાનો આવા આદર્શ વ્યક્તિત્વ સાથે મજબૂતાઈથી જોડાઈને દેશની પ્રગતિ માટે દ્રઢતાપૂર્વક પ્રયત્નશીલ થાય તો આ દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે.

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, અહીંથી પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ. તેમણે કહ્યું કે,

કૃષિમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્તરોત્તર નોંધપાત્ર પ્રગતિ થઇ છે ત્યારે વસુધૈવ કુટુંબમની ભાવના સાથે પર્યાવરણીય અને સામાજિક ચિંતાઓને ધ્યાનમાં રાખીને કૃષિ વિકાસ કરવાની આજે જરૂર છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે દેશી ગાય પાલન માટે રાજ્ય સરકાર દ્વારા માસિક રૂ. ૯૦૦/- સહાય અને જીવામૃત બનાવવા ડ્રમની સહાય આપવામાં આવે છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રૂ. ૧૦૦ કરોડનું ફંડ રાજ્ય સરકારે આપવાનું નક્કી કર્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

English summary
Gujarat agricultural growth rate 6.9 percent: Raghavji Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X