For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાંથી US ભણવા જતા વિદ્યાર્થીઓમાં અમદાવાદ છઠ્ઠા અને વડોદરા નવમા ક્રમે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 સપ્ટેમ્બર : આજે પણ ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણવાનો, ખાસ કરીને અમેરિકાની કોલેજોમાં ભણીને ડિગ્રી મેળવવાનો ક્રેઝ યથાવત છે. આ કારણે દેશમાંથી આજે પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા માટે જઇ રહ્યા છે. આ બાબતમાં ભારતભરના શહેરોમાં અમદાવાદ છઠ્ઠા ક્રમે અને વડોદરા નવમા ક્રમે આવે છે.

તાજેતરમાં અમેરિકાની થિંકટેંક ગણાતી સંસ્થા બુ્રકિંગ ઇન્સ્ટિટયુટે કરેલા એક સર્વેક્ષણના તારણમાં આ બાબત જાણવા મળી છે. આ સર્વે માટે વર્ષ 2008થી 2012 દરમિયાન એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની માહિતી એકઠી કરવામાં આવી હતી.

આ સર્વેને આધારે એવુ જાણવા મળ્યુ છે કે અમેરિકામા અભ્યાસ માટે વિદ્યાર્થીઓને મોકલતા વિશ્વના ટોપ શહેરોમાં હૈદરાબાદ ચોથા નંબરે છે. જ્યારે ભારતના શહેરોની વાત કરીએ તો હૈદરાબાદ પ્રથમ નંબર અને અમદાવાદ છઠ્ઠા તથા વડોદરા નવમા ક્રમે આવે છે.

students-in-us

આ સર્વેમા ભારતના 11 શહેરોનો ઉલ્લેખ કરાયો છે. મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર કરતા હૈદ્રાબાદના વિદ્યાર્થીઓ કેમ વધુ સંખ્યામાં US અભ્યાસ માટે જઇ રહ્યા છે તેનું કોઇ ચોક્કસ કારણ દર્શાવાયું નથી.

સર્વેમા એવું પણ જાણવા મળ્યું છે કે 2008થી 2012 દરમિયાન અમેરિકામા અભ્યાસ માટે આવેલા હૈદરાબાદ સહિદ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ એવી કોલેજ અને યુનિવર્સિટીમા એડમિશન લીધા હતા જે જાણીતી ના હતા. જેમાથી મોટાભાગની કોલેજોને અમેરિકન સત્તાધીશોએ વિઝા ફ્રૌડ જેવા કારણોસર બંધ પણ કરી દીધી છે.

આ બાબતે મુંબઇ, દિલ્હી, અમદાવાદ અને વડોદરાના વિદ્યાર્થીઓ હોંશિયાર નીકળ્યા હતા. આ વિદ્યાર્થીઓએ અમેરિકાની પ્રતિષ્ઠીત યુનિવર્સિટી અને કોલેજોમા જ એડમિશન લીધા હતા.

ભારતના વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમોમાં રસ પડ્યો છે તેમાં બિઝનેસ મેનેજમેન્ટ , મેનેજમેન્ટ, માર્કેટિંગ, એન્જિનિયરીંગ, કોમ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન, ફિઝીકલ સાયન્સ, એજ્યુકેશનનો સમાવેશ થાય છે.

ભારતના ટોપ 11 શહેરોમાંથી US અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.
ટોપ સિટીઝ - સ્ટુડન્ટ
હૈદરાબાદ - 26,220
મુંબઇ - 17,294
ચેન્નાઇ - 9,141
બેંગ્લોર - 8,835
દિલ્હી - 8,728
અમદાવાદ - 6,741
પુણે - 5,551
કોલકત્તા - 2,969
વડોદરા - 2,244
વિજયવાડા - 2,181
વિશાખાપટ્ટનમ - 1,840

English summary
Gujarat : Ahmedabad ranked sixth in India for students go for studies in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X