For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : અમદાવાદમાં ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંમેલન યોજાશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 જુલાઇ : ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત લૉ સોસાયટી ( Gujarat Law Society - GLS) ખાતે આગામી 2 અને 3 ઓગસ્ટ, 2014ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં સમગ્ર ભારત અને વિદેશમાંથી આવેલા અંદાજે 700 પ્રતિનિધિઓ માનવ અધિકાર સંબંધિત વિવિધ મુદ્દાઓ અને પાસાઓ અંગે ચર્ચા કરશે.

આ અંગે માહિતી આપતા જીએલએસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીએ જણાવ્યું કે આ પ્રકારની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતની ત્રણ કાયદા કોલેજો સાથે મળીને યોજી રહી છે. આ સંમેલન 'કન્ટેમ્પરરી ઇશ્યુસ એન્ડ ચેલેન્જીસ ઓફ હ્યુમન રાઇટ્સ ઇન ધ એરા ઓફ ગ્લોબલાઇઝેશન' શીર્ષક હેઠળ યોજાવા જઇ રહ્યું છે.

human-rights

જીએલએસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેન્ફરન્સનો હેતુ વિદ્વાનો, સંશોધકો અને પ્રેક્ટિસિંગ લૉયર્સ અને જસ્ટિસ્ટ્સને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંબંધિત મુદ્દાઓ અને પાસાઓની ચર્ચા કરવાનો છે.

આ સંમેલનમાં સુપ્રીમ કોર્ટના જજ અનિલ દવે, બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મોહિત શાહ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ સી કે ઠક્કર ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં 200 પેપર્સ પણ રજૂ કરવામાં આવશે. આ સંમેલનમાં ચર્ચાનો એક મુદ્દો મહિલા અધિકાર પણ રહેશે.

English summary
Gujarat : Ahmedabad to host international conference on human rights in August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X