અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી, ટાર્ગેટ વિધાનસભાની ચૂંટણી

Posted By:
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની ત્રણ દિવસની યાત્રા પર છે. આજે અમિત શાહએ છોટા ઉદેપુરના દેવલીયા ખાતે બુથ સમિતિમાં હાજરી આપીને કાર્યકર્તાઓનો મનોબળ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સવારે અમિત શાહે અમદાવાદ ઉતરીને એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી સમેત ભાજપના વરિષ્ઠ નેતાઓ જોડે બંઘ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રજાકીય સંમેલન બોલવા અને ચૂંટણી પ્રચારમાં કાર્યકરો સાથે લોકોને પણ મોટા પ્રમાણમાં જોડવા અંગે ચર્ચાઓ થઇ હતી.

amit shah

ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે અમિત શાહ દ્વારા ભાજપ માટે ગુજરાતમાં 150 સીટોનો લક્ષ રાખવામાં આવ્યો છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે મોદી ના હોવા છતાં આટલો મોટો નંબર લાવવો ભાજપ માટે પણ નવા પડકારો સાથે મુશ્કેલ સાબિત થઇ શકે છે. ત્યારે અમિત શાહે ગુજરાતમાં પોતાની આ એન્ટ્રી સાથે ચૂંટણી પ્રસાર અને ગ્રાસરૂટ લેવલ પર કામ કેવી રીતે કરવું તે વાતને પ્રાધાન્ય આપ્યું છે. નોંધનીય છે કે અમિત શાહની રણનિતીથી જ ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને મોટી જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ત્યારે અહીં પણ અમિત શાહ તેમની આ ત્રણ દિવસની મુલાકાતમાં ગુજરાત વિધાનસભાની આગળની રણનીતિ ધડી રહ્યા છે તે વાત પાક્કી છે.

English summary
Gujarat Assembly Election 2017: Amit Shah is on three day tour in Gujarat. Read more over here.
Please Wait while comments are loading...