For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત PM મોદીએ વડોદરા ખાતે જાહેર સભા સંબોધી

વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે વિશાળ જનમેદનીને સંબોધી જેમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ જિલ્લાના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે વિશાળ જનમેદનીને સંબોધી જેમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ જિલ્લાના તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Assembly Election 2022

વૈશ્વીક નેતા અને લોકપ્રિય ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતની જનતા જનાર્દનના દર્શન કરવાની તક મળી . જનતાનો ઉમંગ અને ઉત્સાહો જોઇ સપષ્ટ છે કે આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે, ન તો ભુપેન્દ્ર લડે, ન તો ભાજપના ઉમેદવારો લડે છે. આ ચૂંટણી ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે. કોઇ સરકારને ફરી સત્તામાં લાવવાનો ઉમંગ હોય તે રાજકીય પંડિતો માટે અભ્યાસનો વિજય છે. આ અટૂત વિશ્વાસનો માધ્મ છે વિકાસ. આજે ગુજરાતને ખૂણે ખૂણે એક જ મંત્ર સંભળાય છે, એક જ નાંદ સંભળાય છે કે ફરી એક વાર મોદી સરકાર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં અનેક નાની-નાની સમસ્યાઓને દુર કરી,વિકરાળ સમસ્યાઓને દુર કરી ગુજરાત વિકાસની ઉંચાઇએ પહોંચ્યુ છે. આપણો સંકલ્પ છે કે વિકસીત ગુજરાત હોવું જોઇએ દુનિયાની સમૃદ્ધ દેશોની બરાબરીમાં હોવું જોઇએ. વિશ્વના દેશોના માપદંડમાં ગુજરાત એક ડગલુ પણ પાછળ ન હોય તેવું વિકસીત ગુજરાત બનાવવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને વિકસિત ગુજરાત કોણ બનાવશે તે અંગે સવાલ કરતા જણાવ્યું કે, આ વિકસિત ગુજરાત મોદી નહી ગુજરાતની જનતા બનાવશે. જનતાના મતની તાકાત, મતનું સામર્થ્ય વિકસિત ગુજરાત બનાવશે. આવનાર 25 વર્ષ આપણા દેશના જીવન માટે અંત્યત મહત્વના છે. આ અમૃત કાળમાં ગુજરાતને કેટલી ગતીથી આગળ વધારવું છે તે ગુજરાતના જવાનિયાઓના સંકલ્પ પર નિર્ભર છે. ગુજરાતની દિકરીઓ રાતે એકલી બહાર નીકળી શકે છે. કોરોના પછી રાષ્ટ્રીય ખેલમહાકુંભની સ્પર્ધા કરી જેમાં દેશભરના ખેલાડીઓ રમત રમવા આવ્યા હતા ત્યારે નવરાત્રી ચાલતી હતી એટલે દિવસે રમતનો આનંદ અને સાંજે ગરબાની મોજ કરતા હતા.

Gujarat Assembly Election 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં આપણા ગુજરાતની કેવી દશા હતી અને ભાજપની સરકારમાં આજે કયા લાવ્યા છીએ તે સમજ્જો કોંગ્રેસની સરકારમાં પહેલા પોરબંદરમાં બોર્ડ લાગતા કે અંહી કાયદો અને વ્યવસ્થાની હદ પુરી થાય છે એવા દિવસો હતા. કોંગ્રેસના સમયમાં ગુજરાત મેન્યુફેકચરિંગમાં સાવ પાછળ હતું પરંતુ છેલ્લા 20 વર્ષમાં આ સ્થિતિ બદલાઇ છે. 20 વર્ષ પહેલા ગુજરાતના બજેટનો આકાર માંડ 25 થી 35 હજાર કરોડનો હતો અને આજે ગુજરાતનુ બજેટ અઢી લાખ કરોડની આસપાસ પહોચ્યુ છે. ગુજરાત આજે ઓટો હબ છે,પેટ્રો હબ છે, કેમિકલ હબ, ફાર્મા હબ છે. આજ ગુજરાત મેક ઇન્ડિયાનું મહત્વનું મથક છે. વડોદરા હાલોલ કાલોલ ગોધાર દાહોદ આ પાંચ શહેરનો જોડતો પટ્ટો હાઇટેક એન્જનિયરિંગ મેન્યુફેકચરિંગ કોરિડોર બનશે. વડોદરામાં હવાઇ જાહજ બનાવવાના કારખાનાનું શિલાન્યાસ કર્યું છે. સવાલીમાં બનેલી રેલ કાર વિદેશમાં એક્સપોર્ટ થાય છે. દાહોદમાં ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન બનાવવાનું કારખાનું બની રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતે આજે આઇટી લઇ સેમિ કન્ડકટર સુધી અનેક નવા ક્ષેત્રો સર કરી રહ્યુ છે. સૌથી મોટો સેમિકન્ડકટર પ્લાન્ટ ગુજરાતની ધરતી પર લાગી રહ્યો છે. 8 વર્ષ પહેલા ભારત અર્થવ્યવસ્થામાં દુનિયાના 10માં નંબરે હતું અને આજે આપણે 5માં નંબરે પહોંચ્યા છીએ. .ભારતમાં ઇકોનોમી સાથે ઇકોલોજી બેને સંતુલન જાણવી એક નવું મોડલ લઇને આવ્યા છીએ.ભારતે ઇકોનોમીમાં પણ પ્રગતી કરી અને ઇકોલોજીમાં આગળ વધી રહ્યું છે. ગુજરાતે સૌર ઉર્જા,વિન્ડ પાવર હાઇડ્રોમાં જે યોગદાન કર્યુ છે તેના કારણે ભારતનો વર્લ્ડ રેન્કિંગમાં સુઘારો થયો છે. અંતમાં શ્રી મોદી સાહેબે જનતાને આ વખતની ચૂંટણીમાં મતદાન વધુ કરવા અને જંગી મતોથી ભાજપના ઉમેદવારોને જીતાડવા વિંનતી કરી.

રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજની આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની બતાવે છે કે ભાજપનો ભવ્ય વિજય થવાનો છે. ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે સર્વત્ર કમળ ખીલવાનું છે. વડોદરાની આ વડોદરા ભાજપ સરકારમાં અને શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આરોગ્ય, શિક્ષણ ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં વિશ્વ વિખ્યાત બન્યું છે. મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત જોઇ વડોદરા શહેર અને જિલ્લામાં કમળ ખિલવાનું છે. જનતાના આશિર્વાદ બે દાયકાથી ભાજપને મળે છે. આદે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે તેના પાયામાં બે દાયકાથી રાજયમાં શાંતી અને ભાઇચારાનું પરિણામ છે. બે દાયકા પહેલા વડોદરામાં ગણેશ ચતુર્થી શાંતીપ્રિય માહોલમાં ઉજવી નોહતા શકતા,પંતગ ચગાવવા મા પણ હુલ્લડનો ભય રહેતો. આ બધી સમસ્યાથી મુકતી અપાવી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતમાં શાંતી અને સમાલમતી લાવ્યા છે. એક સમય હતો કે ગુજરાતમાં ઉદ્યોગો તાપીથી વાપી સુધી જ વિકસેલા હતા. આજે બે દાયકામાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કેમિકલ,દવાઓ, ઓટો ઇન્ડસ્ટ્રીથી ધમધમતુ થયું છે. યુવાનોને રોજગારીની તક મળી છે. ગુજરાતમાં બે દાયકામાં ભાજપ સરકારે સર્વાંગી વિકાસ કર્યો છે. ગુજરાતની જનતાના સુખદુખમાં પડખે ઉભી રહેનારી ડબલ એન્જિનની સરકાર છે. આ ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય કરી કમળ ખીલવવા વિનંતી કરી.

આ જાહેરસભામાં સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ઉમેદવારઓ યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકિલ, બાલુકુષ્ણભાઇ શુક્લ, કેયુરભાઇ રોકડિયા, ચૈતન્યભાઇ દેસાઇ, કેતનભાઇ ઇમાનદાર, અક્ષયભાઇ પટેલ, શૈલેષભાઇ સોટ્ટા, અશ્વિનભાઇ પટેલ, ચૈતન્યભાઇ ઝાલા સહિત જિલ્લાના અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Gujarat Assembly Election 2022: PM Modi addressed a Public meeting at Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X