અમિત શાહે જે મથક પર આપ્યો મત, એની સાથે જોડાયેલો છે ઇતિહાસ

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે રાજ્યમાં ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓએ પણ મત નાંખ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં પોતાના પૂર્ણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે નારણપુરા ખાતેથી મતદાન કર્યું હતું, આ વિસ્તાર સાથે તેમનો જૂનો સંબંધ છે. તેઓ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને ઘણા સમય સુધી તેમણે અહીં બૂથ અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. આ વિસ્તાર સાથે અમિત શાહના જીવનનો એક અગત્યનો કિસ્સો જોડાયેલો છે. 80ના દાયકામાં તેમને અહીં બૂથ પ્રબંધનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને એ સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવતું હતું કે, પાર્ટીના સમર્થકો સાથે વાત કરવામાં આવે અને મતદાનના દિવસે મત આપવા માટે તેમને તૈયાર કરવામાં આવે.

Amit Shah

પોલિંગ એજન્ટ્સની સાથે બૂથ પ્રબંધકોને મતદાન દરમિયાન કોઇ પણ અનિયમિતતાઓ માટે ચૂંટણી અધિકારીઓનો સૂચિત કરવાના હોય છે. ઓગસ્ટમાં રાજ્યસભામાં ચૂંટાયા પહેલાં વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહ આ ક્ષેત્રથી જીત્યા હતા. તેઓ નારણપુરાથી વર્ષ 2012માં ચૂંટણી લડ્યા હતા, આ પહેલાં તેઓ સરખેજથી ધારાસભ્ય હતા. ભાજપ માટે હવે આ ક્ષેત્રનું પ્રબંધન જગદીશ દેસાઇ કરે છે. અમિત શાહના આ દિવસોની વાત કરતાં તેમણે કહ્યું કે, હા, હું અને અમિત શાહ એક સમયે કલિગ્સ હતા. 25 વર્ષ પહેલાં તેઓ બૂથ અધ્યક્ષ હતા, આ ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી છે. દરેક બૂથમાં 750-900 મતદાતા છે અને અધ્યક્ષનું કામ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે બધા લોકો આવે અને મતદાન કરે. નારણપુરામાં મતદાન કર્યા બાદ, ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પ્રસિદ્ધ ગુજરાત વિકાસ મોડલના દેશભરમાં વખાણ થાય છે. તેમણે કહ્યું કે, લોકોએ ગુજરાત મોડલનો વિરોધ કરવાવાળાઓને સાચો જવાબ આપવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવું જોઇએ.

English summary
Gujarat Assembly Elections 2017: Amit Shah Cast His Vote At Naranpura, Where He Worked As A Booth Manager.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.