વિજય રૂપાણીને આવ્યો PM મોદીનો ફોન, રૂપાણીએ ભર્યું ઉમેદવારી ફોર્મ

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટ પશ્ચિમની બેઠકથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ પ્રસંગે કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી પણ તેમની સાથે હતા. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. જે અંગે રૂપાણીએ ટ્વિટ કરીને જણાવ્યું કે થેક્યૂ વેરી મચ સર.તમે હંમેશા મને પ્રેરણા અને શક્તિ આપી છે. અને તમારા શબ્દો મારા માટે ખુબ જ મહત્વ રાખે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની બહુમાળી ભવન ખાતે 12:39 વિજય મૂહૂર્ત પર ફોર્મ ભરતી વખતે વિજય રૂપાણીએ રાજકોટની જનતાનો પણ આભાર માન્યો હતો.

vijay rupani

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે વિજય રૂપાણીએ જૈન મુનિના આશીર્વાદ પણ પ્રાપ્ત કરીને સાથે જ રાજકોટના જાણીતા મંદિરોમાં દર્શન કરીને મોટી રેલી નીકાળી વાજતે ગાજતે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા. રાજકોટ પશ્ચિમની આ બેઠકમાં આ વખતે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ સામે રૂપાણી ચૂંટણીની લડત લડશે. ત્યારે છેલ્લા લાંબા સમયથી ભાજપનું ગઢ મનાતી, ભાજપની આ સેફ બેઠક રાજકોટ પશ્ચિમ પરથી આ વખતે કોની જીત થાય છે તે હવે જોવું રહ્યું.

English summary
Gujarat Assembly Elections 2017: Gujarat Chief Minister Vijay Rupani filed nomination from Rajkot.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.