For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પરિણામો 2014માં કેવી અસર કરશે?

|
Google Oneindia Gujarati News

lok-sabha-election-2014
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપના અપેક્ષિત વિજય બાદ હવે સૌ લોકસભા ચૂંટણી 2014ના પરિણામો અંગે ચર્ચા કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોના પરિણામો 2014માં આવી રહેલી લોકસભા ચૂંટણીઓને કેવી રીતે અસર કરશે તેની સંભાવનાઓનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.

આ ચર્ચા કરતા સમયે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં રાજ્યની ચૂંટણી કરતા મુદ્દાઓ જુદા હોય છે. લોકસભાની ચૂંટણીમાં ઘણુંબધું ઉમેદવારો ઉપર પણ આધારિત હોય છે. આથી કોઇ પણ બાબતને જક્કી રીતે વળગી રહેવાની જરૂર નથી.

દેશના તમામ રાજ્યોની ચૂંટણીઓના પરિણાઓ અને તેના વિશ્વેષણ માટે તૈયાર કરવામાં આવેલી વેબસાઇટ ઇન્ડિયાવોટ્સ ડોટ કોમનું માનવું છે કે જો મતદારો વર્ષ 2014માં પણ વર્ષ 2012માં જે રીતે મતદાન થયું તે રીતે જ મતદાન કરે તો પરિણામો કેવા આવી શકે તે અંગે વિશ્લેષણ કર્યું છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકો અને 26 સંસદીય બેઠકોની સ્થિતિ આવી હોઇ શકે.

સંસદીય

બેઠક

ક્રમાંક

સંસદીય

બેઠક

નામ

ભાજપ

કોંગ્રેસ

જીપીપી

અન્ય

વિજય

તફાવત









1

કચ્છ

45.8%

41.0%

4.5%

8.7%

ભાજપ

4.8%

2

બનાસકાંઠા

41.2%

42.0%

1.0%

15.9%

કોંગ્રેસ

0.8%

3

પાટણ

44.8%

45.1%

1.7%

8.3%

કોંગ્રેસ

0.3%

4

મહેસાણા

49.2%

38.6%

1.7%

10.6%

ભાજપ

10.6%

5

સાબરકાંઠા

37.9%

50.7%

0.9%

10.5%

કોંગ્રેસ

12.8%

6

ગાંધીનગર

59.6%

35.1%

0.9%

4.3%

ભાજપ

24.5%

7

અમદાવાદ પૂર્વ

56.2%

35.2%

2.2%

6.3%

ભાજપ

21.0%

8

અમદાવાદ પશ્ચિમ

58.8%

33.1%

1.4%

6.7%

ભાજપ

25.7%

9

સુરેન્દ્રનગર

48.5%

42.3%

2.4%

6.8%

ભાજપ

6.2%

10

રાજકોટ

43.8%

38.2%

11.1%

6.8%

ભાજપ

5.6%

11

પોરબંદર

44.7%

32.9%

9.9%

12.5%

ભાજપ

11.8%

12

જામનગર

46.0%

38.8%

6.9%

8.3%

ભાજપ

7.2%

13

જૂનાગઢ

42.2%

35.1%

12.2%

10.5%

ભાજપ

7.1%

14

અમરેલી

38.3%

34.9%

10.1%

16.7%

ભાજપ

3.5%

15

ભાવનગર

50.6%

36.3%

3.4%

9.7%

ભાજપ

14.2%

16

આણંદ

44.1%

42.3%

1.2%

12.4%

ભાજપ

1.8%

17

ખેડા

46.5%

42.4%

2.6%

8.5%

ભાજપ

4.2%

18

પંચમહાલ

43.6%

41.9%

4.0%

10.6%

ભાજપ

1.7%

19

દાહોદ

41.6%

42.2%

3.0%

13.1%

કોંગ્રેસ

0.6%

20

વડોદરા

55.0%

32.5%

0.9%

11.6%

ભાજપ

22.6%

21

ઉદયપુર

47.3%

42.0%

1.7%

9.0%

ભાજપ

5.3%

22

ભરૂચ

46.0%

37.3%

1.5%

15.2%

ભાજપ

8.7%

23

બારડોલી

48.5%

40.1%

2.6%

8.8%

ભાજપ

8.4%

24

સુરત

59.0%

31.9%

6.3%

2.8%

ભાજપ

27.1%

25

નવસારી

58.1%

34.3%

1.9%

5.7%

ભાજપ

23.8%

26

વલસાડ

46.8%

43.1%

1.1%

9.1%

ભાજપ

3.7%

ઉપર દર્શાવેલું કોષ્ટક દર્શાવે છે કે લોકસભા ચૂંટણી 2014માં ભાજપ 22 બેઠકો જીતી શકે એમ છે. જ્યારે કોંગ્રેસ 4 બેઠકો જીતી શકે એમ છે. કોંગ્રેસ જે ચાર બેઠકો જીતી શકે એવી સ્થિતિ છે તેમાંથી પાટણમાં 0.3 ટકા, દાહોદમાં 0.6 ટકા, બનાસકાંઠામાં 0.8 ટકાની જ્યારે સાબરકાંઠામાં 12.8 ટકાની જંગી સરસાઇથી જીતી શકે છે. જ્યારે પંચમહાલ, આણંદ, અમરેલી, વલસાડ, ખેડા અને કચ્છમાં 5 ટકાથી ઓછી સરસાઇથી જીત મેળવી શકે છે.

વર્તમાનમાં ભાજપ 26માંથી 22 સંસદીય બેઠકો પર જીતની સંભાવના છે તેમાં પાણટ, દાહોદ અને બનાસકાંઠામાં ભાજપ વધારે મહેનત કરે તો 26માંથી 25 બેઠકો પર જીત મેળવી શકે એમ છે. બીજી તરફ કોંગ્રેસ આ વિસ્તારોમાં તેનું વર્ચસ્વ કાયમ રાખશે અને પંચમહાલ, આણંદ, અમરેલી, વલસાડ, ખેડા અને કચ્છમાં પોતાની સ્થિતિ સુધારે તો ચારને બદલે 10 બેઠકો જીતી શકે એમ છે.

ભૂતકાળના વલણોને ધ્યાનમાં રાખીએ તો જોવા મળ્યું છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીઓમાં જેવો દેખાવ કરે છે તેવો દેખાવ લોકસભા ચૂંટણીઓમા કરી શકતો નથી. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002માં 49.9 ટકા મત સાથે 127 બેઠકો પર વિજય મેળવ્યો હતો, પણ લોકસભા ચૂંટણી 2004માં ભાજપે 47.9 ટકા મતો મેળવીને 14 બેઠકો પર જીત મેળવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં ભાજપે 49.1 ટકા મતો સાથે 117 બેઠકો મેળવી હતી, જ્યારે લોકસભા ચૂંટણી 2009માં 46.5 ટકા મતો સાથે 15 બેઠકો જીતી હતી. જે સ્પષ્ટ કરે છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જેટલો સારો દેખાવ કરે છે તેટલો સારો દેખાવ લોકસભા ચૂંટણીઓમાં કરી શકતો નથી.

આ સ્થિતિમાં એક મહત્વની બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે તે મતદાનની ટકાવારી પણ છે. વર્ષવાર જોઇએ તો 2002માં કુલ મતદાન ટકાવારી 61.5 ટકા હતી, 2007માં 59.8 ટકા હતી. જ્યારે વર્ષ 2004માં 45.2 ટકા અને 2009માં 47.9 ટકા હતી. ડિસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કુલ મતદાન 72.5 ટકા થયું હતું. આ બાબત સ્પષ્ટ રીતે સૂચવે છે કે વધારે મતદાનનો સીધો ફાયદો ભાજપને મળે છે.

આથી જ્યારે આપણે લોકસભા ચૂંટણી 2014ના પરિણામોની અને વિધાનસભાના ચૂંટણી પરિણામોની તેની પર કેવી અસર થશે તેની વાત કરીએ છીએ ત્યારે કેટલા મતદારો મતદાન કરવા બહાર નીકળે છે તેના પર મોટો મદાર રહેલો છે.

English summary
Gujarat assembly elections 2012 results how will affect in 2014 ?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X