ગુજરાતે મેળવ્યો સિટિઝન સિક્યોરિટિનો એવોર્ડ

આઇબીએન7 ડાઇમન્ડ સ્ટેટ્સ એવોર્ડ 2012માં ગુજરાતને બેસ્ટ બિગ સ્ટેટ ફોર પ્રોવાઇડિંગ સિટિઝન સિક્યોરિટી એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ આપવા માટેની જ્યુરીમાં ડો બિમલ જલન, આરબીઆઇના એક્સ ગવર્નર એમ ડામોદરણ, સેબી અને યુટીઆઇના એક્સ ચીફ ગુરુચરણ દાસ, ઇકોનોમિસ્ટ અને રાઇટર ટી આર સુબ્રમણ્યમ, પૂર્વ કેબિનેટ સેક્રેટરી બકુલ ધોળકિયા, પૂર્વ ડિરેક્ટર આઇઆઇએમ અમદાવાદ સહિતના દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમણે સર્વે દરમિયાન મેળવેલા ડેટાના આધારે એવોર્ડ એનાયત કર્યા છે.
ગુડ ગવર્નન્સ માટે ગુજરાતે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ છેલ્લા એક દસકામાં મેળવ્યા છે. તાજેતરમાં નવેમ્બર 2012માં ગુજરાતને સારા પ્રદર્શન બદલ ઇન્ડિયા ટૂડે દ્વારા બેસ્ટ બિગ સ્ટેટનો એવોર્ડ એનાયત કર્યો હતો સાથે જ રોકાણ માટે પણ બેસ્ટ સ્ટેટનો એવોર્ડ મેળવ્યો હતો.
જ્યારે આખું વિશ્વ નબળી ઇકોનોમીમાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે ગુજરાતે ડબલ ડિજિટમાં ઇકોનોમિક ગ્રોથ મેળવ્યો હતો. બીજી તરફ આજે ભારતના મોટા ભાગના શહેરોમાં મહિલાઓ, બાળકો અને નાગરીકોની સુરક્ષા જોખમાઇ ગઇ છે ત્યારે ગુજરાતમાં તેઓ સુરક્ષિત હોવનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાત સરકારના રેસિડેન્ટ કમિશનર ભરત લાલે આ એવોર્ડ ગ્રહણ કર્યો હતો. તેમને લોકસભાના સ્પિકર મિરા કુમારે આ એવોર્ડ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
