For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતીઓ ચેતજો: વરસાદ તમારા વીકએન્ડ એન્જોયમેન્ટ પર પાણી ફેરવી શકે છે!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 જુલાઇ : મોજીલા ગુજરાતવાસીઓ તમે ઝરમર વરસાદની ઋતુમાં મસ્તમગન થઇ જવા માટે જો વીકએન્ડમાં આઉટિંગનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ગુજરાતના હવામાન વિભાગની ચેતવણી ધ્યાનમાં લેવા જેવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનું ચક્ર સક્રિય થયું છે. આ કારણે અપર એર સાયક્લોનિક પ્રેશર સર્જાયું છે. જેના પરિણામે આ શનિવાર અને રવિવારે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની ચેતવણીને અવગણીને આપ આઉટિંગમાં જશો તો શક્ય છે કે વરસાદ આપની વીકએન્ડ પ્લાન પર પાણી ફેરવી દેશે.

આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો પર અતિભારે અને અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે શનિ અને રવિ દરમિયાન દરિયામાં કરન્ટ રહે એવી શક્યતા હોવાથી સોમવાર સુધી માછીમારોને દરિયો ખેડવાનું ટાળે એ હિતાવહ છે. આ દરમિયાન આજે સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં ચાલુ રહ્યા છે.

આગળ ક્લિક કરીને જાણો આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો...

રાજકોટ

રાજકોટ


રાજકોટમાં સવારના ત્રણ કલાકમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ઉના

ઉના


જૂનાગઢ જીલ્લાના ઉનામાં કાલે રાત્રીથી આજે સવાર સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

બાબરા

બાબરા


બાબરા તાલુકામાં આજ સવારથી ભારે વરસાદી માહોલ છવાયો છે. તાલુકામાં સવારે જ બે કલાકની અંદર અંદાજે 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જોડિયા

જોડિયા


આજે જામનગર જીલ્લાનાં જોડિયામાં 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

ગારિયાધાર

ગારિયાધાર


ગારિયાધાર તાલુકાના જેસરમાં 3થી 5મીમી અને જોડિયામાં સવારે 15મીમી વરસાદ નોંધાયો છે.

ખીરસરા

ખીરસરા


આજે સવારથી ખીરસરા, મેટોડામાં મેહુલો જામ્યો છે. બપોર સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.

જામનગર જિલ્લો

જામનગર જિલ્લો


જામનગર જિલ્લાના ખંભાળીયા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, કાલાવડ સહિતના તાલુકાઓમાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

English summary
Gujarat be alert: Rain could spoil your weekend outing plan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X