For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રાજ્યમાં શાળા-કૉલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યમાં શાળા અને કૉલેજો ખોલવા અંગે મહત્વની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યમાં શાળા અને કૉલેજો ખોલવા અંગે મહત્વની જાહેરાત કરી છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10, 12, પીજી અને છેલ્લા વર્ષના કૉલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

bhupendrasinh chudasama

Recommended Video

ગુજરાત : ગુજરાત સરકારનો સ્કૂલો ખોલવાને લઈ મોટો નિર્ણય

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે શાળા શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી તેમજ વાલીઓની સંમતિ પણ લેવાની જરૂરિયાત નથી. માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો જ શરૂ કરવામાં આવશે. હાલમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. જેટલો અભ્યાસક્રમ શાળાઓમાં ભણાવવામાં આવ્યો હોય તેમાંથી જ પરીક્ષા લેવામાં આવશે. આગામી સમયમાં અન્ય વર્ગો શરૂ કરવા અંગે વિચારણા કરાશે.

વધુમાં તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવાનુ રહેશે. આ ઉપરાંત શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ માટે માસ્ક, સેનિટાઈઝર, હાથ ધોવા માટે સાબુ અને થર્મલ ગન સહિત તમામ જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. શાળા-કૉલેજો શરૂ કરતા પહેલા સફાઈ સુવિધા કરવી પડશે. શાળા અને કૉલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની ખાતરી કરવી પડશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ શાળા અને કૉલેજોમાં જે ઑનલાઈન શિક્ષણની વ્યવસ્તા કરવામાં આવી છે તે ચાલુ રહેશે.

Farmers Protest: કૃષિ કાયદા રદ કરવાની અરજી પર SCની ટિપ્પણીFarmers Protest: કૃષિ કાયદા રદ કરવાની અરજી પર SCની ટિપ્પણી

English summary
Gujarat: Big announcement regarding school-college opening by education minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X