• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ભાજપ ની રવિવારે નવો વ્યૂહ ઘડવા બેઠક

|
gujarat-bjp-leaders
ગાંધીનગર, 14 માર્ચ : ગુજરાત વિધાનસભામાં સતત ત્રીજી વાર વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું ગુજરાત એકમ રાજ્યમાં પોતાની સ્થિતિ વધારે મજબૂત બને, તેના કાર્યકરો અને સમર્થકોની સંખ્યામાં વધારો થાય તે માટે એક ખાસ બેઠક આ રવિવારે યોજાવાની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતભરના ભાજપના હોદ્દેદારોને હાઇકમાન્ડે સૂચના આપી છે. આ બેઠકમાં સંગઠનની રચના અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી કાર્યક્રમો ઘડવા અંગે પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

ગાંધીનગરમાં આવેલી સ્ટાફ ટ્રેઇનિંગ કોલેજ ખાતે રવિવારે સવારે 10 વાગે મળનારી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને એનડીએના સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાજરી આપશે. આ ઉપરાંત બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાશે.

ભાજપના અગ્રણીઓ કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2014, ભાજપનો સ્થાપના દિન, સંગઢનની ચૂંટણીની બાકી પ્રક્રિયા સહિતના વિવિધ કાર્યોને પાર પાડવા માટેની ચર્ચા કરવામાં આવશે. આ રવિવારે યોજાનારી બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, સંગઠન રચનાના તમામ સ્તરના હોદ્દેદારો વગેરે તથા ઇન્ચાર્જ હાજર રહેશે.

English summary
Gujarat BJP high command discuss strategy on Sunday. Meeting attand by to office barriers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more