For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયંતિ ભાનુશાળી: પત્નીનો ભાજપ નેતા છબીલ પટેલ પર હત્યાનો આરોપ

ભાજપના પૂર્વ વિધાયક જયંતિ ભાનુશાળીની સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

ભાજપના પૂર્વ વિધાયક જયંતિ ભાનુશાળીની સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા પછી તેમના મૃતદેહને માલિયા લાવવામાં આવ્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યાની ખબર મળતા જ તેમનો પરિવાર માલિયા પહોંચ્યો. તેમની પત્નીએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપ નેતા છબીલ પટેલે જ તેમના પતિની હત્યા કરાવી છે. જયંતિ ભાનુશાળીની પત્ની મધુબેન ભાનુશાળીએ મીડિયાને જણાવ્યું કે છબીલ પટેલે જ મારા પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું છે. તેને સોપારી આપીને મારા પતિની હત્યા કરાવી છે.

આ પણ વાંચો: ભાજપ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા, લાગ્યો હતો રેપનો આરોપ

જયંતિ ભાનુશાળી પર રેપનો આરોપ લાગ્યો હતો

જયંતિ ભાનુશાળી પર રેપનો આરોપ લાગ્યો હતો

આપને જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી એ ગયા વર્ષે જ પ્રદેશ ઉપાધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું હતું. ત્યારપછી મહિલાએ પોતાનો કેસ ગુજરાત હાઈકોર્ટથી પાછો લઇ લીધો હતો. આપને જણાવી દઈએ કે છબીલ પટેલ વર્ષ 2014 દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. બંને વચ્ચે વિવાદ ત્યારે વધ્યો જયારે પટેલ પેટાચૂંટણીમાં અબડાસા સીટથી હારી ગયા અને તેમને પોતાની હારનું ઠીકરું જયંતિ ભાનુશાળી પાર ફોડ્યું. ગયા વર્ષે રેપ આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જયંતિ ભાનુશાળીની પત્નીએ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો

જયંતિ ભાનુશાળીની પત્નીએ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો

જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ જણાવ્યું કે મારા ભાઈને પહેલાથી જ પોતાની હત્યાની આશંકા હતી. છબીલ પટેલે છોકરીઓ મામલે મારા ભાઈને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં અસફળ રહ્યા પછી તેને ધમકી આપી હતી કે તેઓ રાજકારણથી જયંતિ ભાનુશાળીનું નામોનિશાન મિટાવી દેશે. એટલું જ નહીં પરંતુ આગળ પણ છબીલ પટેલ ઘ્વારા પરિવારના અન્ય લોકો પર હુમલાની આશંકા વ્યકત કરવામાં આવી હતી.

પોલીસે કાર્યવાહી ઝડપી કરી

પોલીસે કાર્યવાહી ઝડપી કરી

જયંતિ ભાનુશાળી ના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે. આ મામલાની જાંચ માટે રેલવેએ એટીએસ અને ક્રાઇમબ્રાન્ચ સાથે મળીને એસઆઈટી ગઠિત કરી છે. જયંતિ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા પવન મૌર્યને પણ પૂછપરછ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે. જયારે બીજી બાજુ સંદીગ્દ છબીલ પટેલને શોધવા માટે પોલીસે કાર્યવાહી ઝડપી કરી દીધી છે.

English summary
Gujarat BJP leader murdered in train, family blames party rival Chhabil Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X