For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 હજાર રેમડેસિવર ઈંજેક્શન વિશે ભાજપ અધ્યક્ષે હવે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ

5 હજાર રેમડેસિવર ઈંજેક્શન મામલે ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે ઘણા દિવસો બાદ હવે મૌન તોડ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલને ત્યાં 5 હજાર રેમડેસિવર ઈંજેક્શન મળ્યા હતા. મીડિયામાં આ સમાચાર આવતા વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. પત્રકારોએ આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ પૂછ્યો કે જ્યારે સામાન્ય જનતા આટલી હેરાન થઈ રહી છે ત્યારે ભાજપ અધ્યક્ષ પાસે રેમડેસિવરના 5000 ઈંજેક્શન કેવી રીતે પહોંચી ગયા?.. આના પર મુખ્યમંત્રીનો જવાબ હતો - તેમને જ પૂછો.

ગુજરાત ભાજપ અધ્યક્ષને ત્યાં મળ્યા હતા રેમડેસિવર ઈંજેક્શન

ગુજરાત ભાજપ અધ્યક્ષને ત્યાં મળ્યા હતા રેમડેસિવર ઈંજેક્શન

પત્રકારોએ ભાજપ અધ્યક્ષને ફોન કર્યો તો ફોન ઉપાડવામાં આવ્યો નહિ. આના પર વિપક્ષી દળ કોંગ્રેસે સત્તારુઢ ભાજપને આડે હાથ લીધી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોને છેતરી રહી છે. ભાજપના લોકો માટે તો દવા અને ઈંજેક્શન ઉપલબ્ધ છે પરંતુ સામાન્ય જનતા હેરાન થઈ રહી છે. વળી, આ મામલે ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે ઘણા દિવસો બાદ હવે મૌન તોડ્યુ છે.

આ મુદ્દે હવે આ કહ્યુ સીઆર પાટિલે

આ મુદ્દે હવે આ કહ્યુ સીઆર પાટિલે

રેમડેસિવર ઈંજેક્શન મુદ્દે સીઆર પાટિલનુ કહેવુ છે કે તેમની પાસે જે ઈંજેક્શન હતા તેમણે તેને લોકોના જીવ બચાવવા માટે કાયદાકીય રીતે ઈંજેક્શન લઈને મફતમાં વહેંચ્યા છે. પાટિલે કોંગ્રેસ પર હુમલો કરીને કહ્યુ - 'કોંગ્રેસ ધમકી આપવાનુ બંધ કરે કારણકે અમે પ્લેગનના સમયમાં પણ ટેટ્રાસાઈક્લોન દવા લોકો સુધી પહોંચાડી હતી ત્યારે તો કોંગ્રેસે વિરોધ નહોતો કર્યો. હવે આવુ કેમ? કોંગ્રેસે વિરોધ સિવાય કંઈ કરવુ જ નથી.'

ખુદ આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કર્યો

ખુદ આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કર્યો

સમાચાર એ પણ છે કે ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલે સુરતમાં 125 બેડના સુવિધાયુક્ત આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કર્યો છે. જે જગ્યાએ આ આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કર્યો છે તે અડાજણ વિસ્તારમાં છે. ત્યાં ઑક્સિજન અને મેડિકલ સુવિધાવાળા આઈસોલેશન સેન્ટરની સ્થાપના વિશે પાટિલે કહ્યુ કે, 'જે નાના ઘરમાં રહે છે અને કોરોના સંક્રમિત થઈ જાય છે, આ તેમના માટે છે. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ઘણા આઈસોલેશન સેન્ટર છે કે જે લોકો માટે લાભકારી સાબિત થશે. અત્યારે જે આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કર્યો છે તે જરૂરી છે જેથી દર્દીઓના પરિવાર બીજા લોકો સંક્રમિત ન થાય.'

કોરોના પ્રભાવિતોને દર મહિને આપવામાં આવે 6000 રૂપિયાઃ સોનિયાકોરોના પ્રભાવિતોને દર મહિને આપવામાં આવે 6000 રૂપિયાઃ સોનિયા

English summary
Gujarat BJP President CR Patil statement on 5000 redesivir injection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X