For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આરંભ

|
Google Oneindia Gujarati News

exam
અમદાવાદ, 7 માર્ચ : આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધો. 12 સાયન્સના જૂના કોર્સની પરીક્ષાઓનો આરંભ થયો છે. વર્ષે ત્રણેય પરીક્ષામાં મળી સવા પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનાં ચોથા સેમેસ્ટરની પરીક્ષા 18 માર્ચથી અને સેમેસ્ટર બેની પરીક્ષા 8મી એપ્રિલથી શરૂ થશે. બન્ને સેમેસ્ટરમાં અનુક્રમે 1.17 લાખ અને 1.14 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની તમામ વ્યવસ્થા બોર્ડે કરી છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સ જૂના કોર્સની અંતિમ પરીક્ષા છે. જેના માટે 20 કેન્દ્રો રહેશે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ માટે મુખ્ય 208 અને પેટા કેન્દ્રો 143 છે. ધો. 10 માટે 615 મુખ્ય કેન્દ્ર તથા 143 પેટા કેન્દ્રો છે. ધો. 10માં 9.75 લાખથી વધુ, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 5.25 લાખથી વધુ અને જૂના કોર્સ (સાયન્સ)માં 11,000 જેટલા વિદ્યાર્થીઓ મળી કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ધો. 10ની પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થઇ ગઇ છે. અને ધો. 12ની પરીક્ષા બપોરે 3 વાગે શરૂ થવાની છે. પરીક્ષા કેન્દ્રો પર સમયસર પ્રશ્નપત્રો પહોંચાડવા માટેનું આયોજન કરી દેવાયું છે. પરીક્ષા અંગેનો 24 કલાકનો કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે તેમજ ડીઈઓ કચેરીમાં પણ કંટ્રોલરૂમ શરૂ થઈ ગયો છે.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ મારફતે ખાનગી ઉમેદવાર તરીકે ધો. 12માં 88747 અને ધો. 10માં 41660 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા દરમિયાન માસ કોપીની ફરિયાદ મળશે તો બોર્ડ ગંભીરતાથી કાર્યવાહી કરશે. સંવેદનશીલ ગણાતા પરીક્ષા કેન્દ્રો પર વીડિયોગ્રાફી કરવાની છૂટ પણ આપી દેવાઈ છે.
પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છાનીય ઘટના બને નહીં તે માટે તંત્રને સજાગ કરી દેવાયું છે. પરીક્ષા કામગીરીમાં જોડાયેલાં તમામ કર્મચારીઓને ઓળખપત્રો અપાયા છે. વિદ્યાર્થીઓને ફી રસીદ સિવાય અન્ય કોઈપણ સાહિત્ય સામગ્રી પરીક્ષા ખંડમાં લઈ જવા દેવાશે નહીં. ગેરરીતિ અટકાવવા માટે ત્રીસ્તરની વ્યવસ્થા થઈ છે. ડીઈઓ, કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ સ્થાનિક વિજિલન્સ સ્કવોડને તૈનાત કરાઈ છે.
પરીક્ષાના સરળ સંચાલન માટે રાજ્યની 12 હજારથી વધુ શાળાના 50 હજાર જેટલા શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે પરીક્ષામાં ચોરી અટકાવવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે તકેદારી ટુકડીઓ મુકાઈ છે. ગુજરાતભરમાં એક હજારથી વધુ ટુકડીઓમાં 4000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત બોર્ડની તકેદારી ટુકડીઓ ફબાઈલ સ્કવોર્ડ પણ પરીક્ષા સ્થળે જઈને તપાસ કરશે. આવા 400 જેટલા અધિકારીઓને ફરજ સોંપાઈ છે. ગેરરીતિ આચરનારી તત્વો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ન મળે તે માટે ભૂતકાળમાં પરીક્ષાલક્ષી ગેરરીતિ સાથે સંકળાયેલા પરીક્ષા સ્થળો ખાતે સતત વોચ રખાશે. સામુહિક ગેરરીતિ કે માસ કોપીનાં કિસ્સાઓમાં પુનઃ પરીક્ષા લેવાશે.

English summary
Gujarat higher secondary education examination boards exams is starting from today. Atleast 15 lakhs students will be appear for exams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X