ગુજરાતમાં 7 બેઠકો માટેની પેટા ચૂંટણીનું મતદાન કાલે

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 એપ્રિલ : ગુજરાતમાં 30 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાવાનું છે. પેટા ચૂંટણી માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની સાત બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં પણ ભાજપ તેની તાકાત વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍યોએ ભાજપમાં જોડાવવા માટે બેઠક પરથી રાજીનામુ આપી દીધા બાદ આ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાવાની છે.

gujarat-map

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવ્‍યા બાદથી જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ બેઠક પર કબજો કરવા પ્રયાસ કરી રહ્યા છે. પોતાના નેટવર્કને વધારે મતબુત કરવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. ચૂંટણીમાં એકબીજાને પછાડવા માટે વ્‍યુહરચના તૈયાર કરાઇ હતી.

ગુજરાત વિધાનસભાની હાલમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે જ મુખ્‍ય જંગ છે. ચૂંટણી પંચે કોઇ પણ ગેરરિતીને ટાળવા માટે પહેલાથી જ પગલા લીધા છે. વિધાનસભાની સાત મતદાન વિભાગની પેટાચૂંટણીઓ માટે કુલ 129 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 25 ઉમેદવારીપત્રો રદ થતાં વિધાનસભાની સાત બેઠકો માટેની પેટાચૂંટણીમાં હવે 104 ઉમેદવારો રહ્યા છે.

વિધાનસભાની કઇ બેઠક માટે પેટાચૂંટણી?
અબડાસા
રાપર
હિંમતનગર
વિસાવદર
સોમનાથ
લાઠી
માંડવી (એસટી)

English summary
Preparation is over for Gujarat Assembly by poll for 7 seats; where voting announced on 30 April, 2014 with lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X