Gujarat bypolls 2020: રાજ્યની 8 સીટો માટે સવારે 11 વાગ્યા સુધીના મતદાનના આંકડા

ગુજરાતની દરેક બેઠકો પર સવારે 11 વાગ્યા સુધીના આંકડા બહાર આવ્યા છે.

ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજે 3 નવેમ્બરે મતદાન ચાલી રહ્યુ છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. કોવિડ-19 મહામારીની ગાઈડલાઈન્સ મુજબ દરેક મતદાન કેન્દ્રો પર પોલિસને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક બેઠકો પર સવારે 11 વાગ્યા સુધીના આંકડા બહાર આવ્યા છે.

voting

મળતી માહિતી મુજબ જિલ્લાવાર મતદાન ટકાવારીની વાત કરીએ તો સવારે 11 વાગ્યા સુધી અમરેલીમાં 16.04% મતદાન થયુ છે જ્યારે બોટાદમાં 21.66% મતદાન નોંધવામાં આવ્યુ છે. વળી, ડાંગમાં 34.25% અને કચ્છમાં 22.00% મતદાન નોંધવામાં આવ્યુ છે. મોરબીમાં સવારે 11 વાગ્યા સુધી 24.04% જ્યારે વડોદરામાં 22.95% મતદાન થયુ છે જ્યારે વલસાડમાં 17.11% મતદાન નોંધવામાં આવ્યુ છે. વળી, સુરેન્દ્રનગરમાં 25.63% મતદાન નોંધવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે મતદાન કેન્દ્રો પર વૃદ્ધો, દિવ્યાંગ અને સગર્ભા મતદારોને મતદાન માટે અગ્રતા આપવામાં આવી રહી છે. મતદાન કેન્દ્રો પર આરોગ્યની ટીમ દ્વારા મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે. વળી, કોરોના શંકાસ્પદ વ્યક્તિઓ માટે સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાનની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે ગઈકાલે રાજ્યના ચીફ ચૂંટણી કમિશ્નર ડૉ. એસ મુરલીકૃષ્ણએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તૈયારીઓની માહિતી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X