For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: સિરામિક ઉદ્યોગ પણ મંદીની ઝપટમાં, 12,000 કરોડનો ઘટાડો

આર્થિક મંદીના કારણે ગુજરાતમાં સિરામિક ઉદ્યોગ પણ તૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં મોરબીમાં એકમોના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

આર્થિક મંદીના કારણે ગુજરાતમાં સિરામિક ઉદ્યોગ પણ તૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં મોરબીમાં એકમોના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. સુસ્ત રિયલ એસ્ટેટ વેચાણમાં પણ 35 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યના સિરામિક ઉદ્યોગનું ટર્નઓવર 12 હજાર કરોડ ઘટી ગયું હોવાનું કહેવાય છે. થોડા મહિના પહેલા મોરબીમાં 5,500 જેટલી ટ્રક લોડ અને અનલોડ કરવામાં આવી હતી. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 3,500 થઈ ગઈ છે.

Ceramic industry

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાત ડાંગર કહે છે કે મોરબીમાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં થયેલા ઘટાડાથી સિરામિકના વાણિજ્ય પર આધારીત ટ્રાન્સપોર્ટમાં મુસીબત ઉભી થઇ છે. ભારતના સૌથી મોટા સિરામિક્સ ક્લસ્ટરના ઉત્પાદકો કહે છે કે તેમની પાસે ઉત્પાદન ઘટાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સુસ્ત રિયલ એસ્ટેટ માર્કેટ અને નબળા રિટેલ વેચાણને કારણે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, તેઓ સિરામિક ટાઇલ્સની માંગમાં 35% ઘટાડાનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતનું બીજું સૌથી મોટું ડાયમંડ માર્કેટ તૂટ્યું, હજારો નોકરીઓ ગઈગુજરાતનું બીજું સૌથી મોટું ડાયમંડ માર્કેટ તૂટ્યું, હજારો નોકરીઓ ગઈ

વર્ષ 2019 મોરબીમાં ટાઇલ્સ ઉત્પાદકો માટે રોલરકોસ્ટર રાઇડ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ કોલસા-ગેસિફાયર પર કાર્યરત એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ઘણા અધિકારીઓનું કહેવું છે કે ભૂતકાળમાં કોલસો ગેસફિલર્સના ઉપયોગ પર 400 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના કારણે નેચરલ ગેસ ઉદ્યોગની માંગ પણ ઓછી થઈ.

સ્થાનિક માંગમાં થયેલા ઘટાડાને પગલે સિરામિક ટાઇલ ઉત્પાદકો 25-30% સુધી ઉત્પાદન ઘટાડશે. મોરબી સીરામિક્સ એસોસિએશન (એમસીએ) ના વોલ ટાઇલ્સ વિભાગના પ્રમુખ નિલેશ જટાપરીયા કહે છે કે મોરબીમાં છેલ્લા બે મહિનામાં ગેસનો વપરાશ 27% ઘટ્યો છે. વિંટેલ સીરામિક્સ પ્રા.લિ.ના પ્રમુખ કે.જી. કુંડારિયા કહે છે કે 40-50 ટાઇલ ઉત્પાદક એકમોનું ઉત્પાદન અટક્યું છે. મોરબીમાં આશરે 850 એકમો છે જે દિવાલ, ફ્લોર અને વિટ્રિફાઇડ ટાઇલ્સ બનાવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ શરુ થઇ રહ્યું છે, 7000 કરોડનું રોકાણ

બીજી બાજુ માર્કેટના નિષ્ણાતો કહે છે કે ઉદ્યોગનું ટર્નઓવર દર વર્ષે 42,000 કરોડથી ઘટીને રૂ. 30,000 કરોડ થવાની સંભાવના છે.

English summary
Gujarat: Ceramic industry too slows down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X