For Quick Alerts
For Daily Alerts
ગુજરાતમાં મોદીના પગલે ચાલીને આનંદીબેન પહોંચ્યા વડોદરાના ગણેશ મંડપોમાં
વડોદરા, 8 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વડોદરાના ગણેશ મંડપોની મુલાકાત લેવાનો એક ચીલો ચીતર્યો હતો. આ વર્ષે નવા મુખ્યમંત્રી બનેલા આનંદીબેન પટેલે પણ તે પરંપરા જાળવીને પોતાની વડોદરા મુલાકાત દરમિયાન વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લઇને ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા. જો કે આનંદીબેનની આ મુલાકાત દરમિયાન વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમની સાથે જોડાયા ન હતા. આનંદીબેન સાથે નાણા મંત્રી સૌરભ પટેલ, વડોદરાના મેયર ભરત શાહ, વુડાના ચેરમેન એનવી પટેલ જોડાયા હતા.
આગળ ક્લિક કરીને જુઓ આનંદીબેન પટેલે લીધેલી ગણેશ મંડપ મુલાકાતની તસવીરો...

1
ગણેશજીની આરતી ઉતારતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

2
સર્વજનિક ગણેશ ઉત્સવમાં પહોંચેલા આનંદીબેન

3
ગણેશ વંદના કરતા મુખ્યમંત્રી

4
આનંદીબેનનું સંબોધન

5
આરતીમાં મગ્ન આનંદીબેન

6
આનંદીબેનને સાંભળવા આવેલા લોકો