• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ્યમાં માનવજીવ બચાવવા ઓર્ગન ડોનેશનની નીતિ ઘડવામાં આવી રહી છેઃ આનંદીબેન

|

વડોદરા, 28 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ‘‘સ્વસ્થ ગુજરાત''ની નેમ વ્યક્ત કરતાં મહામૂલું માનવ જીવન બચાવવા માટે અંગ પ્રત્યાઆરોપણ અંગે જ્ઞાન પૂરું પાડતી ટ્રાંસપ્લાન્ટર યુનિવર્સિટી તેમજ રોગો થતા પૂર્વે તેને ડામી દેવાનું વિજ્ઞાન શીખવતી પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની રચના આગામી દિવસોમાં કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે માનવજીવન બચાવવા ઓર્ગન ડોનેશન અંગે સરકાર નૂતન નીતિ ઘડી રહી હોવાની પણ જાહેરાત કરી હતી.

આનંદીબેન પટેલે વડોદરા ખાતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે આયોજિત વાઇબ્રન્ટ વીસીસીઆઇ મેગા ઇન્ડવસ્ટ્રિદયલ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. તા. 1લી ડિસેમ્બાર સુધી ચાલનારા આ પ્રદર્શનનું આયોજન આગામી જાન્યુસઆરી-2015માં યોજાનાર વાઇબ્રન્ટં ગુજરાત ગ્લોબલ ઇન્વે સ્ટીર્સ સમિટની પૂર્વ ભૂમિકા તૈયાર કરવાના હેતુસર કરવામાં આવ્યું છે. આનંદીબેન પટેલે 500થી વધુ સ્ટોલ ધરાવતા આ વિશાળ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતની આગવી ઓળખ બની રહેલી વૈશ્વિક રોકાણકાર પરિષદની શૃંખલાઓની સફળતાને પગલે ગુજરાતમાં મૂડીરોકાણ માટે વિશ્વના અનેક દેશોના રોકાણકારો કતારમાં ઊભા છે. પ્રથમવાર વાયબ્રન્ટ સમિટ 2015માં વિશ્વના આઠ આઠ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે આપણી સાથે જોડાયા છે. આ સમિટ હવે માત્ર ગુજરાતને શો-કેસ કરનાર નહીં પણ વિશ્વના દેશો માટે રોકાણ માટેનું એક પ્લેટફોર્મ તરીકે ઊભરી આવી છે.

આપણે સર્વગ્રાહી વિકાસની પ્રતિબધ્ધતા સાથે ઔદ્યોગિક ક્ષેત્ર સહિત જનઆરોગ્ય સુખાકારી માટે હેલ્થ સેક્ટરને પણ આ વાયબ્રન્ટે સમિટમાં ફોકસ કર્યું છે ત્યારે આ બે યુનિવર્સિટી અને ઓર્ગન ડોનેશન અંગેની નવી નીતિ વિશેષ ઉપયુક્ત બની રહેવાની છે તેમ આનંદીબેને જણાવ્યું હતું. આરોગ્યષ સુખાકારી ક્ષેત્રે ગુજરાતમાં શ્રેષ્ઠત્તમ સવલતો પણ ઉપલબ્ધ છે તે હેલ્થ -મેડિકલ ટુરિઝમને વૈશ્વિક ફલક આપી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસસ્ટલર્સ સમિટ 2015ના પરિપ્રેક્ષ્યમાં આ મહા પ્રદર્શન એક મહત્વની ભૂમિકા અદા કરવાની સાથોસાથ નવયુવા સાહસિકો માટે તથા ટેક્નિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે એક નૂતન પ્રેરણાદાયી બની રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રમાં નવા સંશોધનો થકી આ પ્રદર્શન યુવાનો માટે નવા પ્રયોગો કરવા માટેની આદર્શ પાઠશાળા બની રહેશે.

આનંદીબેને જણાવ્યું કે, વડાપ્રધાને આપેલો ‘‘મેઇક ઇન ઇન્ડિ યા'' મંત્ર આજે ભારતભરમાં એક વિકાસનો મંત્ર બની રહ્યો છે ત્યાપરે ‘‘સ્કીલ ઇન્ડિયા'' અને ‘‘ડીજિટલ- ઇન્ડિયા'' જેવી વિચારધારા પણ વિકાસની પથદર્શક બની રહી છે. તેમણે ‘‘ક્લીન ઇન્ડિ'યા''ના વિચારમંત્રને સાકાર કરવામાં ગુજરાત પાછી પાની નહીં કરે તેવી ખાતરી ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મહાનગરોમાં વિકાસના પગલે વધતા જતા શહેરીકરણનો સ્મા‍ર્ટ સિટીના નિર્માણ દ્વારા ઉકેલ સરકારે શોધી કાઢ્યો છે. શહેરોમાં આધુનિક યાતાયાતની સુવિધા ઊભી કરવા અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ.નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં બહેતર આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાના હેતુસર ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી સ્થાપવાનું સરકારે નક્કી કર્યું છે. જેથી અંગોનું પ્રત્યારોપણ કરીને મહામૂલા માનવ જીવને બચાવી શકાશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, માનવદેહમાં રોગો થાય તે પૂર્વે જ તેને ડામી દેવાના હેતુસર પબ્લિણક હેલ્થ યુનિવર્સિટીનું નિર્માણ પણ કરવું છે.

રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રે અવ્વાલ રહ્યું છે અને દેશના ગ્રોથ એન્જીયન તરીકે ઉભરી ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની - દોરવણી હેઠળ વિશ્વભરમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોગબલ ઇન્વેસ્ટર્સ સમિટ આગામી 2015માં પણ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલના વડપણ હેઠળ નવા આયામો સર કરશે.

તેમણે જણાવ્યું કે, વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિકોએ નૂતન રિસર્ચ દ્વારા પોતાની જે ઓળખ ઊભી કરી છે તેનાથી આ ક્ષેત્ર એક ઔદ્યોગિક હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યું છે. સરકાર, ઉદ્યોગો અને ઉદ્યોગો થકી રોજગારી સર્જનને પ્રાધાન્ય આપે છે. ગુજરાત સરકારે જાહેર કરેલી ઇલેક્ટ્રોનિક નીતિના પગલે સર્જાયેલી તકોનો નવા સાહસિકોએ લાભ લઇ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

રાજ્ય સરકાર રોજગારીની તકો ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ છે વિવિધ દેશો, રાજ્યો, શહેરો અને ઉદ્યોગો વચ્ચે સ્પાર્ધાના આ યુગમાં પરસ્પછ સહયોગ અને સંકલન વડે જ ઉદ્યોગ જગત સફળતાના સીમાચિહ્નો સર કરી શકશે. ગુજરાત મલ્ટિનેશનલ કંપનીઓનં ડેસ્ટિનેશન બની ચુક્યું છે ત્યારે ઉદ્યોગો સરકાર સાથે હાથ મીલાવીને રાજ્યના નિર્માણમાં સહયોગી બને તેવી અપીલ તેમણે કરી હતી.

વડોદરામાં કાયમી પ્રદર્શન અને કન્વેન્શન સેન્ટરની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂા. 50 કરોડની ફાળવણી માટે આભારની લાગણી સાથે સહુને આવકારતા વીસીસીઆઇ અને પ્રદર્શન સમિતિના અધ્યક્ષ નિલેશ શુકલે વેન્ડતર ડેવલપમેંટને વેગ આપવા માટે રાજ્ય સરાકાર મહાત્મા મંદિરમાં MSME નું મહા સંમેલન યોજે અને અગત્યના શહેરમાં વ્યારપાર-ઉદ્યોગ સ્થાપવાને માર્ગદર્શન આપતા સિંગલ વીન્ડોમ ઇન્ફ ર્મેશન સેન્ટર શરૂ કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે વડોદરાને ઇનોવેશન નગરી બનાવવામાં રાજ્ય સરકારના સહયોગ માટે વિનંતી કરી હતી.

English summary
gujarat CM anandiben patel inaugurate VCCI in vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more