• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today's ગુજરાતઃ અમદાવાદમાં છ કલાક સુધી લટકતો રહ્યો મૃતદેહ

|

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાતે સરકાર દ્વારા રાજ્યના પોલીસદળમાં 33 ટકા મહિલા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દળમાં 33 ટકા અનામત લાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. સુરતમાં વરાછા સ્થિત ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ મંગળવારે પોતાના ચારેય બાળકોને શાળાએ મોકલી દીધા બાદ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રાજ્યના પોલીસદળમાં હશે 33 ટકા મહિલા અનામત

રાજ્યના પોલીસદળમાં હશે 33 ટકા મહિલા અનામત

ગુજરાતે સરકાર દ્વારા રાજ્યના પોલીસદળમાં 33 ટકા મહિલા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દળમાં 33 ટકા અનામત લાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ નિર્ણય અંગેની જાહેરાત ગુજરાત પોલીસ એકેડમમી-કરાઇ ખાતે યોજાયેલા વિવિધ તાલિમાર્થીઓના દિક્ષાંત સમારોહ બાદ કરી હતી.

રાજપરા ગામે બાળલગ્નઃ છ સામે ફરિયાદ

રાજપરા ગામે બાળલગ્નઃ છ સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે ચાર મહિના પહેલા થયેલા બાળ લગ્નના સંબંધમાં પોલીસે બન્ને પક્ષના વેવાઇવેલા અને ગોર મહારાજ સહિત છ લોકો સામે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે મળેલી માહિતી અનુસાર રાજપરા ગામે રહેતા લાખા અરજણ કારાવદરાની સગીર વયની પુત્રીના લગ્ન ભાવેશ મોઢવાડિયા સાથે થયા હતા, જેમાં ગોર અશ્વિનભાઇ પણ હજાર હતા. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સુરતમાં વિજ કરંટે બુઝાવ્યો જીવન દીપ

સુરતમાં વિજ કરંટે બુઝાવ્યો જીવન દીપ

સુરતમાં સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ડાઇંગ પ્રિન્ટિંગ મીલમાં સિલાઇ મશીન પર કામ કરતી વખતે કારગીરને કરન્ટ લાગ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણવ્યા પ્રમાણે મૃતક મુળ બિહારનો વતની છે અને ગોલ્ડન રોડ શ્યામભાઇ ચાલમાં રહે છે.

સુરતમાં ચાર સંતાનોની માતાનો આપઘાત

સુરતમાં ચાર સંતાનોની માતાનો આપઘાત

સુરતમાં વરાછા સ્થિત ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ મંગળવારે પોતાના ચારેય બાળકોને શાળાએ મોકલી દીધા બાદ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના વતની ગજાનંગ સોનવણેના પત્ની સંગીતાબેને સવારે ઘરની છતના હુક સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી. પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ છ કલાક સુધી લટકતો રહ્યો મૃતદેહ

અમદાવાદઃ છ કલાક સુધી લટકતો રહ્યો મૃતદેહ

અમદાવાદના અમરાઇવાડી વિસ્તાર ખાતે પોલીસ ચોકી નજીક એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ વિસ્તાર કઇ પોલીસની હદમાં આવે તે અંગે વિવાદ થયો હતો જેના કારણે મૃતદેહ છ કલાક સુધી લટકતો રહ્યો. આખરે અમરાઇવાડી પોલીસ મથકના પીઆઇ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પ્રાથમિક તપાસમાં યુવક શ્રમિક હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તેની ઓળખ થઇ શકી નથી.

English summary
Here is the list of Today's news of Gujarat. Gujarat Chief Minister Anandiben Patel announces 33pc quota for women in police force.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more