
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના આજે શપથગ્રહણ, 27 નવા ચહેરાઓને મળી શકે છે જગ્યા
ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આજે બપોરે 1.30 વાગે થશે. મીડિયા રિપોર્ટ મુજબ નવા કેબિનેટમાં બધા જૂના મંત્રીઓને હટાવી દેવામાં આવશે. 27 નવા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. કાલે જ મંત્રીમંડળની રચના કરવાની હતી પરંતુ જૂનના મંત્રીઓની નારાજગીના કારણે તેને બુધવારે ટાળી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કેબિનેટ વિસ્તાર પહેલા પાર્ટીમાં આંતરિક કલેશની વાતો પણ સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભૂપેન્દ્ર પટેલ આખા મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે જેને લઈને પાર્ટીના ઘણા નેતા નાખુશ જણાઈ રહ્યા છે.
ભાજપના બધા ધારાસભ્યોને મંગળવારે મોડી રાતે ગાંધીનગર પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત વિજય રૂપાણી સરકારના બધા 22 મંત્રીઓને હટાવી દેવામાં આવશે. કેબિનેટમાં મહિલાઓની સંખ્યા પણ વધારવામાં આવી શકે છે. વિજય રૂપાણી સરકારમાં શામેલ રહેલા કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા અને જયેશ રાદડિયાને જ નવા મંત્રીમંડળમાં શામેલ કરવાની આશા છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી અને પહેલી વારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા વિજય રૂપાણીના અચાનક પદેથી હટવાના બે દિવસ બાદ સોમવારે શપથ લીધા હતા. રવિવારે સર્વસંમતિથી ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવેલા ભૂપેન્દ્ર પટેલ(59)ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં એક સાદા સમારંભમાં રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યા હતા.
Recommended Video

ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નારાજ જણાઈ રહ્યા છે. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને માત્ર મંત્રી તરીકે કેબિનેટમાં શામેલ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે પ્રક્રિયા હેઠળ મંત્રીઓના શપથ ગ્રહણા સમયે તેમના નામોની ઘોષણા કરવામાં આવશે. પાર્ટી સૂત્રોએ કહ્યુ કે મંત્રી પદના અમુક ઉમેદવારોએ મંગળવારે રાજ્ય ભાજપ પ્રમુખ સીઆર પાટિલ સાથે મુલાકાત કરી છે.
પાર્ટી સૂત્રોએ કહ્યુ કે જ્યાં સુધી સંભવ હશે ત્યાં સુધી વરિષ્ઠ નેતાઓને કેબિનેટમમાં શામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્લી માટે રવાના થતા પહેલા સોમવારે રાતે પટેલ અને પાટિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ કે કેબિનેટ રચના પર ચર્ચાની સંભાવના છે. એવી અટકળો છે કે પટેલ પોતાના મંત્રીમંડળમાં ઘણા નવવા ચહેરાઓને શામેલ કરશે અને ઘણા જૂના નેતાઓને યુવા નેતાઓ માટે જગ્યા ખાલી કરવી પડી શકે છે. સાથે જ ઘણી મહિલાઓને પણ જગ્યા મળી શકે છે.